Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ પ્રગટ કરવામાં જોડાય છે. ચક્રવાકની દષ્ટિ સૂર્યની કાંતિમાં જોડાય છે અને ઘુવડની દષ્ટિ અંધકારનો સહુ કરે છે..”આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. ' કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે સ્વભાવથી જ સજજનો ગુણના અર્થી હોવાથી વિદ્વાનોના ગુણોને ગ્રહણ કરવામાં તેઓ તત્પર હોય છે. જ્યારે દુર્જનો વિદ્વાનોના પણ દોષોને પ્રગટ કરવામાં તત્પર હોય છે. બંન્નેના સ્વભાવમાં ખૂબ જ મોટું અંતર છે-આ વાત ચક્રવાકપક્ષી અને ઘુવડની ઉપમા દ્વારા સમજી શકાય છે. જ્યાં દોષ હોય ત્યાં પણ સામાન્યથી તે પ્રગટ કરાતા નથી. પરંતુ દુર્જનોનો સ્વભાવ જ વિચિત્ર હોય છે, તેથી જ્યાં દોષ નથી તે વિદ્વાનોમાં પણ દોષને પ્રગટ કરે છે. જ્ઞાનાદિગુણોના ભાજન સ્વરૂપ વિદ્વાનોના ગુણ ગ્રહણ કરવા જેટલી યોગ્યતા કદાચ ન પણ મેળવી શકીએ, પરંતુ તેમના દોષો પ્રગટ કરવાની દુર્જનતા તો ન જ દાખવવી જોઈએ.... ઈત્યાદિ સમજાવવાનું તાત્પર્ય છે. ૩૨-પા * * * સ્વભાવથી જ સજજનોના દોષોને દુર્જનો પ્રગટ કરતા હોય છે. પરંતુ એથી સજજનોને કોઈ જ ફરક પડતો નથી. પરંતુ ઉપરથી લાભ થાય છે, એ જણાવાય છે * * * * * * * * * * * ** છે ** * * *

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46