Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ છોડતી નથી.”-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે, દુર્જનનો સ્વભાવ જ છે કે તે કાયમ માટે કઠોર જ બોલ્યા કરે છે. કોઈ વાર અત્યંત સ્વાર્થને પ્રાપ્ત કરવા મધુર બોલે ત્યારે પણ હૃદયમાં ખૂબ જ કઠોરતા ભરી હોય છે. આનાથી તદ્દન વિપરીત સ્વભાવ સજજનોનો હોય છે. તેઓ હંમેશાં અમૃતથી પણ અધિક મધુર અને કોમલ વચન જ બોલતા હોય છે. કોઈ વાર સામા મા સિની યોગ્યતા જોઈને હિતબુદ્ધિએ કઠોર વચન પણ બોલતા હોય ત્યારે હૈયાની કોમળતાનો નાશ થતો નથી... ઈત્યાદિ વાત અનુભવથી પ્રસિદ્ધ છે. માણસના વચન ઉપરથી સામાન્ય રીતે એના સ્વભાવનો ખ્યાલ આવે છે. આ૩૨-૩ એક જ ૯ સજ્જનોનું માહાત્મ વર્ણવાય છેया द्विजिह्वदलना घनादराद्, याऽऽत्मनीह पुरुषोत्तमस्थितिः । याप्यनन्तगतिरेतयेष्यते, सजनस्य गरुडानुकारिता ॥३२-४॥ “જે દ્વિજિહ(સર્પ, દુર્જન)દલન છે, જે પુરુષોત્તમ (વિષ્ણુ, તીર્થંકર) સ્થિતિ છે અને જે અનંતગતિ (શેષનાગગતિ, અસીમગતિ) છે; આ ત્રણના કારણે સજજનના આત્મામાં અત્યંત આદરથી ગરુડની સમાનતા

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46