Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ પ્રસિદ્ધ છે.”-આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્યર્થ છે. અહીં કહેવાનો આશય એ છે કે સજજનો ગરુડ જેવા છે. ગરુડ સર્પનું હલન-ખંડન કરે છે. વિષ્ણુને તે ધારણ કરે છે, કારણ કે એ વિષ્ણુનું વાહન છે અને તેની ગરુડની ગતિ અસીમ છે. આવી જ રીતે સજજનો દુર્જનોનું ખંડન કરે છે, પોતાના આત્મામાં શ્રી તીર્થંકર પરમાત્માને ધારણ કરે છે અને અધ્યાત્મમાર્ગે તેઓશ્રીની અસીમગતિ છે. તેમ જ શેષનાગની પૃથ્વીને ધારણ કરવાની જે ગતિપદ્ધતિ છે તેમ સજજનો પણ પોતાની જવાબદારીને સારી રીતે વહન કરે છે. તેથી તેઓ અનંતગતિ છે. આ રીતે સજજનો પોતાના આત્મામાં અત્યંત આદરથી ગરુડની તુલ્યતાને ધારણ કરે છે એ સમજી શકાય છે. (૩૨-૪માં * * * સજજન અને દુર્જનના ભેદને જ ફરી જણાવાય છે. અર્થાત્ પ્રકારતરથી સજજન અને દુર્જનના ભેદને જણાવાય છેसज्जनस्य विदुषां गुणग्रहे, दूषणे निविशते खलस्य धीः । चक्रवाकदृगहर्पते र्युतौ, घूकदृक् तमसि सङ्गमङ्गति ॥३२-५॥ વિદ્વાનોના ગુણને ગ્રહણ કરવામાં સજજનોની બુદ્ધિ જોડાય છે અને દુર્જનોની બુદ્ધિ તે વિદ્વાનોનાં દૂષણોને

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46