Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ સામે ટકી રહેવાનું સામર્થ્ય દુર્જનમાં ક્યારે ય નથી હોતું. આમ છતાં સજ્જનોની અવિદ્યમાનતામાં દુર્જનો કોઈ વાર પોતાના બળનું પ્રદર્શન કરતા પણ હોય છે. એનો અર્થ એ નથી કે તેઓ બળવાન છે. કારણ કે રાત્રિને વિશે સૂર્ય ન હોય ત્યારે અંધકાર સર્વત્ર પ્રસરે છે. તેથી કાંઈ સૂર્ય કરતાં અંધકારનું બળ(સામર્થ્ય-પ્રભાવ) અધિક છે : એમ થોડું મનાય છે ? સજ્જનો સૂર્યજેવા છે અને દુર્જનો અંધકાર જેવા છે. સૂર્યની ઉપસ્થિતિમાં જ્યાં અંધકારનું અસ્તિત્વ જ શક્ય નથી, ત્યાં તેની બળવત્તાની વિચારણાનો અવકાશ જ કઈ રીતે સંભવે ? સજ્જનોની સામે આવવાનું જ જ્યાં દુર્જનને શક્ય નથી ત્યાં તેની સામે થવાનો પ્રસઙ્ગ જ ક્યાંથી હોય... ઈત્યાદિ સ્પષ્ટ છે. ।।૩૨-૨૫ *** સજ્જન અને દુર્જનના પરિચય માટે લિટ્ટો જણાવાય છે दुर्जनस्य रसना सनातनीं, सङ्गतिं न परुषस्य मुञ्चति । सज्जनस्य तु सुधातिशायिनः, कोमलस्य वचनस्य केवलम् ॥३२-३ ॥ “દુર્જનની જીભ હંમેશાં કઠોર વચનની સદ્ગતિને છોડતી નથી; પરંતુ સજ્જનની જીભ હંમેશાં અમૃતથી પણ ચઢિયાતા એવા મધુર અને કોમલ વચનની જ સતિને ૪

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46