Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ अथ प्रारभ्यते सज्जनस्तुतिद्वात्रिंशिका । આ પૂર્વેની બત્રીશીમાં મુક્તિના વિષયમાં પરમતોનું નિરાકરણ કરીને સકલ કર્મના ક્ષય સ્વરૂપ મોક્ષનું સ્વરૂપ સ્વમતાનુસારે વર્ણવ્યું છે. અનંતસુખના ધામ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે શુદ્ધ ધર્મની આરાધના સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે ગુણવાન પ્રત્યેનો અદ્વેષ વગેરે મુખ્ય કારણો છે. ધર્મની સાધના કરનારા સાધવર્ગમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ગુણવાન પ્રત્યેનો અદ્વેષ જોવા મળતો હોય છે. કેટલીક વાર એવું પણ બનતું જોવા મળતું હોય છે કે સાધનાના પ્રકર્ષ સુધી પહોંચતી વખતે આ ગુણવાન પ્રત્યે અદ્વેષ ન હોવાથી સાધના પણ છિન્ન-ભિન્ન થઈ જાય છે. તેથી સાધનાથી સિદ્ધિ સુધી પહોંચવામાં, ગુણવાન પ્રત્યેનો દ્વેષ, માત્સર્ય અને ઈષ્ય વગેરેનો ભાવ પ્રતિબંધક બની જાય છે એ જાણીને મુમુક્ષુ આત્માઓ ગુણવાનની પ્રત્યે દ્વેષાદિને ધારણ કરતા નથી. એ અદ્વેષની રક્ષા માટે ગુણવાન એવા સજજનોનું સ્વરૂપ જાણી લઈએ તો તેઓશ્રીની પ્રત્યે બહુમાનાદિ ટકી રહે છે. આ આશયથી હવે આ બત્રીશીમાં સજજનની સ્તુતિ દ્વારા તેમનું સ્વરૂપ વર્ણવાય છે , , , k, * * ** * * * * * * * * * *** * * * * * * * * *

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46