Book Title: Prekshadhyana Kayotsarga
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ હેય, વાણી મૌન ન હય, શ્વાસ શાંત ન હોય ત્યાં સુધી ચિત્ત સ્થિર થઈ શકતું નથી અને ત્યાં સુધી ધ્યાનની સ્થિતિ પણ ઉદ્દભવી શકતી નથી. જે કાયિક ધ્યાન (કાયેત્સર્ગ)ની સ્થિતિ પૂર્ણ બને તે જ વાચિક ધ્યાન (મૌન) પ્રાપ્ત થઈ શકે છે અને તે માનસિક ધ્યાન સ્વયંભૂ થઈ જાય છે. ચિકિત્સા પદ્ધતિમાં પણ કાર્યોત્સર્ગનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જ્યારે કોઈનું હાડકું તૂટી જાય છે ત્યારે ડોકટર પૂરું—પાકું પ્લાસ્ટર કરે છે. મહિના-બે મહિનામાં પૂરે કાયોત્સર્ગ થઈ જાય છે. કટર જાણે છે કે કાત્સર્ગ યાને એકની એક સ્થિતિમાં દદી સૂશે નહિ તો હાડકું જેડાઈ નહિ શકે. એવી જ રીતે જ્યારે કોઈ માનસ ચિકિત્સકની પાસે જાય છે તે સૌથી પહેલાં શરીરનું શિથિલીકરણ કરવું પડે છે. “રીલેકસેશન કરવું પડે છે. તે અવસ્થામાં સૂચના માધ્યમથી મનશ્ચિકિત્સક તમારા વિચારોને જાણે છે અને તમારી બીમારીને શોધી કાઢે છે, પકડી પાડે છે. કાયોત્સર્ગ ફક્ત શારીરિક કે માનસિક સ્વાસ્થનું જ નહિ, પરંતુ વાસ્તવમાં આધ્યાત્મિક સાધનાનું અને વ્યક્તિત્વના સર્વાગી વિકાસનું એક સરલતમ છતાં મહત્ત્વપૂર્ણ સાધન છે. યુગપ્રધાન આચાર્ય શ્રી. તુલસી અને તેમના ઉત્તરાધિકારી યુવાચાર્યશ્રી મહાપ્રજ્ઞજીના સતત માર્ગદર્શન અને પરિશ્રમનું આ સુપરિણામ છે. જેથી આજે હજારો લેકે આધ્યાત્મિક સાધનાના માર્ગ પર જઈ ગૂઢતમ સમસ્યાઓના ઉકેલથી મુક્ત જીવન જીવવાને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રેક્ષાધ્યાનની પદ્ધતિના સ્વરૂપમાં માનવજાતને આ બે મહાન અધ્યાત્મ-મનીષીઓનાં અનુપમ વરદાન પ્રાપ્ત થયાં છે. સાર્વભોમ અને સર્વ જનીન આ વિધિને સમજીને સાધના કરનાર પ્રત્યેક વ્યક્તિને તેનાથી અવશ્ય લાભ થશે. ડે, ચીનુભાઈ નાયક જેઠાલાલ એસ, ઝવેરી સંયોજક ચેરમેન જીવનવિજ્ઞાન પ્રેક્ષાધ્યાન કેન્દ્ર તુલસી અધ્યામ નીડમ શાહીબાગ, અમદાવાદ, જેન વિશ્વભારતી, લાડનું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 66