________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ विवेचन : 'विगतः रागः विरागः' રાગ નહીં તે વિરાગ. પરંતુ એ રાગનાં અનેક રૂ૫ છે! અહીં મુખ્ય આઠ રૂપ બતાવવામાં આવ્યાં છે. રાગની ઓળખાણ એનાં અનેક રૂપો દ્વારા થાય તો જ એ રાગથી બચી શકાય તેમ છે.
(૧) ઇચ્છા: ઇચ્છા એટલે પ્રીતિ. રમણીય વિષયોમાં પ્રીતિ. સુંદર વિષયો જોઈને ખુશ થઈ જવું, રાજી થઈ જવું, આ ઇચ્છા છે.
(૨) મૂચ્છ: પ્રિય વિષયોમાં લીનતા! એવી લીનતા કે આત્મા એ વિષયમાં અભેદભાવ રમણતા કરે.
(૩) કામ : ઇષ્ટ પદાર્થને પ્રાપ્ત કરવાની ઝંખના; પ્રિય વિષયને પ્રાપ્ત કરવાની કામના. (૪) સ્નેહ : વિશિષ્ટ પ્રેમ તે સ્નેહ. ગાઢ પ્રેમ તે સ્નેહ. (૫) વૃદ્ધતા : જે પદાર્થો, જે વિષયો પ્રાપ્ત ન થયા હોય તે પ્રાપ્ત કરવાની અભિકાંક્ષા... તીવ્ર ઝંખના. સમડી જેમ મડદાને જોઈને આસક્ત થઈ જાય તેમ.
() મમત્વ : આ વસ્તુ મારી છે, હું એનો માલિક છું... આનું નામ મમત્વ, આ એક મનનો પરિણામ છે.
(૩) અભિનંદ : પ્રિય વિષય મળી ગયાનો સંતોષ! પરિતોષ... ખુશી. (૮) અભિલાષ : ઇષ્ટ-પ્રિય-મનોજ્ઞ વિષયોની પ્રાપ્તિના મનોરથ. રાગવિષયક મનની તમામ વૃત્તિઓનું કેવું અદ્ભુત વિશ્લેષણ છે આ! આપણા મનને-મનની આ બધી વૃત્તિઓને બરાબર સમજવી અતિ આવશ્યક છે. એને સમજ્યા વિના એના પર સંયમ કરવો અશક્ય છે, એ વૃત્તિઓનું શમન કરવું અસંભવ છે, એ વૃત્તિઓનું મારણ કરવું મુશ્કેલ છે.
રાગની આ વિભિન્ન વૃત્તિઓમાં ફસાયા હોવા છતાં આપણે નથી જાણતા હતા કે હું આ રાગમાં ફસાયો છું!'
આપણા આત્મામાં ઊઠતી આ રાગવૃત્તિઓને ખૂબ સારી રીતે ઓળખી લેવાની છે. એ વૃત્તિઓને તો જ રોકી શકાશે; તો જ એ વૃત્તિઓનો વિરોધ કરી શકાશે, અને તો જ વૈરાગ્યભાવનાને દૃઢ કરી શકાશે.
ક્યારેક જીવ રમણીઓના રૂપમાં પ્રીતિ કરે છે, તો ક્યારેક બાહ્ય ભૌતિક પદાર્થોમાં.... એના ધ્યાનમાં લીન થઈ જાય છે..... ક્યારેક રાંકડો બનીન પ્રિય પદાર્થોની પ્રાર્થના કરે છે, તો ક્યારેક મનોહર વિષયોને મોહી પડે છે.
For Private And Personal Use Only