________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમતિ
૩૦
(૪) કાર્ય [જીવરક્ષાદિ] અકાર્ય [જીવવધાધૂંદ] નો નિર્ણય ક૨વામાં તથા ક્લિષ્ટ ચિત્તતા અને નિર્મલચિત્તતાનું જ્ઞાન કરવામાં મૂઢ (૫) આહાર-ભય-પરિગ્રહ અને મૈથુન સંજ્ઞારૂપ કલહથી ગ્રસ્ત-[૨૧]
(૬) સેંકડો ગતિઓમાં પુનઃ પુનઃ ભ્રમણ કરવાથી આઠ કર્મોનાં ક્લિષ્ટ બંધનથી બંધાયેલો (નિયંત્રિત થયેલો), નિકાચિત થયેલો (અતિ નિયંત્રિત થયેલો) અને તેથી ભારે થયેલો (૭) નિરંતર જન્મ-જરા-મરણ વડે અનેકરૂપે પરિવર્તન કરવાથી ભ્રાન્ત-૨૨૨૨
(૮) નારક-તિર્યંચ-મનુષ્ય અને દેવના ભવોમાં નિરંતર હજારો દુઃર્ખાના ખૂબ ભારથી (આક્રાન્ત (પીડિત) થઈને) દુર્બલ બનેલો (૯) દીન બનેલો (૧૦) વિષયસુખોમાં આસક્ત બનેલાં (વિષયસુખોની તીવ્ર અભિલાષા કરનારો) જીવ કષાયવક્તવ્યતાને પ્રાપ્ત કરે છે - (અર્થાત્ 'આ ક્રોધી છે. આ માની છે, આ માયાવી છે, આ લોભી છે,’ એમ કહેવાય છે.) [૨૩]
1
વિવેચન : જીવાત્માને ‘આ ક્રોધી છે.... આ અભિમાની છે, આ માયાવી છે, આ લોભી છે,' એમ ક્યારે કહેવાય? જેને તેને ન કહી શકાય; એની પણ દસ વિશેષતાઓ છે! દસ વિશેષતાવાળા આત્માને ક્રોધી-માયાવી અને લોભી કહી શકાય.
જીવ સીધો જ ક્રોધી બની જતો નથી, માની-અભિમાની બની જતો નથી, માયાવી કે લોભી થઈ જતો નથી. જ્યારે રાગદ્વેષથી તે ઘેરાઈ જાય છે.... રાગદ્વેષના પ્રભાવ નીચે આવી જાય છે; તેનું ચિત્ત રાગ અને દ્વેષના કાજળઘેરા રંગે રંગાઈ જાય છે, ત્યારે ક્રોધી-માની-માયાવી-લોભી બની જાય છે.
અને જ્યારે પેલું મિથ્યાત્વનું ભૂતડું જ્ઞાનદૃષ્ટિને હણી નાંખે છે; દૃષ્ટિમાં મલિનતા આવી જાય છે, બુદ્ધિની નિર્મળતા પલાયન થઈ જાય છે, પછી? હિંસા-જૂઠ-ચોરી-અબ્રહ્મચર્ય અને પરિગ્રહનાં હિંસક ગીધડાંનાં ટોળેટોળાં તીણી ચિચિયારીઓ પાડતાં આત્મભૂમિ પર ધસી આવે છે. મિથ્યાત્વમલિન મતિ એ ગીધડાંઓનું સ્વાગત કરે છે! અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહના મૃતદેહોની એ ગીધડાં મજેથી ઉજાણી કરે છે! પાંચે ઇંદ્રિયો એ ઉજાણીમાં ભળે છે... બસ, પછી બાકી શું રહે?
એનું પરિણામ? વિપુલ ... ઘોર કર્મબંધ! અનંત અનંત પાપકર્મોનાં બંધન! મિથ્યાત્વથી અભિભૂત આત્મા એ કર્મબંધને સમજી શકતો નથી, જોઈ શકતો નથી... પરંતુ તત્કાલ એની પ્રતિક્રિયા ચાલુ થઈ જાય છે! પ્રતિક્રિયા છે તીવ્ર આર્તધ્યાન, તીવ્ર રૌદ્રધ્યાન
જ્યાં પાંચેય ઇન્દ્રિયો દ્વારા જીવાત્મા હિંસા-આદિ પાંચ મહા આશ્રવોના
For Private And Personal Use Only