Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 12
________________ ૨ ૧ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ દ્રષ્ટિ સરખી ના કરી ત્યાં તેં હે! મતિ-મંદ; તપથી નૃપ-પદ પામિયો, સત્ય તરફ તો અંઘ. ૫ અર્થ – હે! મતિ મંદ, સત્ય ઘર્મ તરફ તેં દ્રષ્ટિ સરખી પણ ના કરી. પૂર્વે તપ કરવાથી તું રાજાનું પદ પામ્યો, પણ સત્ય તરફ તો તું આંઘળો જ રહ્યો. //પા. મળ્યો હોત જો ઘર્મ તે, કહેવત જૂઠી થાયઃ “તપેશ્રી તે રાજેશ્રી ને નરકેશ્વરી બની જાય.”૬ અર્થ - જો તને સાચો જૈન ઘર્મ મળ્યો હોત તો આ કહેવત જૂઠી થાત કે તપ કરે તે રાજા થાય અને રાજા હોય તે નરકે જાય. કારણ કે જૈનધર્મને તેં માન્યો હોત તું નરક જતાં અટકત. Iકા અટકત તું નરકે જતાં, એવો ઘર્મ-પ્રભાવ, રહી રહીને સૂઝે હવે લેવા એવો લ્હાવ. ૭ અર્થ - તું તે ઘર્મને અંગીકાર કરવાથી નરકે જતો અટકત એવો એ ઘર્મનો પ્રભાવ છે. હે મૂઢાત્મા! આ સઘળાં વિચારો તને તે ઘર્મનો લહાવો લેવા રહી રહીને હવે સુઝે છે. શા એ સૂઝયું શું કામનું? પ્રથમ ખબર જો હોત, મહા ભયંકર આ દશા સ્વપ્ન પણ ના જોત. ૮ અર્થ - હવે સુયું શું કામ આવે? પ્રથમથી સૂઝયું હોત તો આ મહા ભયંકર દશા તારી સ્વપ્ન પણ તું જોત નહીં. ટાા થનારું તે તો થઈ ગયું, દૃઢ કર હવે વિચારઃ એ તો ઘર્મ અનાદિ છે; સાચો પવિત્ર ઘાર. ૯ અર્થ :- જે થનાર હતું તે થઈ ગયું. પણ હવે તારા અંતઃકરણમાં એ વિચાર દ્રઢ કર કે જૈન ઘર્મ અનાદિકાળથી છે, સાચો છે અને પવિત્ર છે. તા. સિદ્ધાંતો બીજા વળી, ઉર વિષે અવલોક, અનુપમ તપ ત્રિગુતિ ફેંપ, તૃતિરૂપ અશોક. ૧૦ અર્થ – હવે જૈન ઘર્મના બીજા સિદ્ધાંતોનું પણ હૃદયમાં અવલોકન કર. તપ સંબંઘી પણ એનો ઉપદેશ અનુપમ છે. તે તપ મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિરૂપ છે. જે આત્માને તૃપ્ત કરી શોક રહિત બનાવનાર છે. II૧૦ના. સર્વ વિકાર શમાવતું, નિર્મળ કરતું, ભાળ કાળે કરી, કાપે બઘી કર્મબંઘની જાળ. ૧૧ અર્થ - તે મનવચનકાયની ગુપ્તિથી મનમાં ઊપજતા સઘળા કામ વિકારો શાંત થતા થતા નિર્મળ થઈ જાય છે અને કાળે કરી કર્મબંધનની સર્વ જાળને તે કાપી નાખે છે. ૧૧ાા વૈરાગ્ય સહિત તપ વડે જે જે ઘર્મ કરાય, મહા સુખપ્રદ તે બને, તપ-તેજે સૌ થાય. ૧૨

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 208