Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 11
________________ (૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨ અર્થ :– સત્ પવિત્ર જૈનધર્મના સઘળા સિદ્ધાંતો સત્ય જ છે. તે સિદ્ધાંતોને જ્ઞાનવૃષ્ટિથી અને સૂક્ષ્મદૃષ્ટિથી નિહાળી, તેનું મનન કરી હવે શાંત થા. ।।૬।। આ અનુભવથી ઉરમાં અભયદાન વર્સી જાય, સૂક્ષ્મ મનનથી તેમ સૌ સિદ્ધાંતો ય મનાય. ૬૪ અર્થ :— ‘જેમ અભયદાન સંબંઘીનો તેનો અનુપમ સિદ્ધાંત આ વખતે તને તારા આ અનુભવથી ખરો લાગ્યો તેમ તેના બીજા સિદ્ધાંતો પણ સૂક્ષ્મતાથી મનન કરતાં ખરાં જ લાગશે. એમાં કાંઈ ન્યુનાધિક નથી જ.' એવો જૈનધર્મ સર્વોત્કૃષ્ટ છે. ૬૪।। (૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨ (દોહરા) * અલ્પાંશે સૌ ઘર્મમાં દયા વિષે છે બોઘ, તોપણ જૈન દયા, અહો! નિર્મળ ને અવિરોઘ. ૧ ૨૦૯ અર્થ :— ‘સઘળા ઘર્મમાં દયા સંબંધી થોડો થોડો બોધ છે ખરો; પરંતુ એમાં તે જૈન તે જૈન જ છે.’ જૈન ધર્મમાં અહો! દયાનું સૂક્ષ્મ સ્વરૂપ તે નિર્મળ અને અવિરોધ છે. ।।૧। જંતુ ઝીણામાં ઝીણા કોઈ ન હણવા, તેમ કો રીતે ના દુઃખ દ્યો; હો સૌ કુશળ-ક્ષેમ. ૨ અર્થ :– ઝીણામાં ઝીણા કોઈ જંતુઓને હણવા નહીં. તેમ કોઈ રીતે જીવોને દુઃખ દેવું નહીં. સર્વ જીવો કુશળ એટલે આરોગ્યયુક્ત અને ક્ષેમ એટલે સુખશાંતિને પામો એવો જૈનધર્મનો બોધ છે. ।।૨।। એવો જિન-ઉપદેશનો પ્રબળ, પવિત્ર સુમર્મ, ક્યાંય દીઠો નહિ, કેટલા પાળ્યા જો કે ધર્મ. ૩ અર્થ ઃ— જિન ઉપદેશના પ્રબળ અને પવિત્ર સિદ્ધાંતનું આવું રહસ્ય જો કે તેં બીજા અનેક ધર્મો પાળ્યા છતાં ક્યાંય જોવામાં આવ્યું નહીં. ।।૩।। જૈન ઘર્મ તેં ના ઘર્યો, ક્યાંથી એવાં પુણ્ય ? અનાર્ય, ગંદો તે ગણ્યો, પાપી જીવ અન્ય. ૪ અર્થ ઃ— જૈન ધર્મને તેં ધારણ કર્યો નહીં. અરે તારા અઢળક પુણ્ય સિવાય ક્યાંથી ધારણ કરે? એ ઘર્મ તો અનાર્ય જેવો છે, ગંદો છે. અરે પાપી જીવ, તને એમ સુજ્યું, તેથી તું એ ઘર્મને પાળી ઘન્ય બની શક્યો નહીં. ।।૪।।

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 208