Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416 Author(s): Bramhachari, Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 9
________________ (૭૧) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૧ ૨ ૦ ૭ માગે રાણી હજાર મુજ, કરું ન દેતાં ઢીલ, દાસ થઈ તેનો રહું, એમ કહે મુજ દિલ. ૫૦ અર્થ - મારી નવયૌવન હજાર રાણીઓ માગે તોય તે આપતાં ઢીલ ન કરું. મારી અઢળક રાજ્યલક્ષ્મી એના પદકમળમાં ઘરું. છતાંય જો એ કહે તો હું જીવન પર્યત તેનો દાસ થઈને રહું એમ મારું દિલ કહે છે. પણ આ વખતે મને કોણ જીવનદાન આપે? In૫૦ના. જીંવન-દાન દેનારનો પ્રત્યુપકાર ન થાય, એમ તરંગે જ્યાં ચઢ્યો, જિન-વચને મન જાય. ૫૧ અર્થ :- જીવનદાન દેનારનો પ્રત્યુપકાર થઈ શકે એમ નથી. એમ વિચાર તરંગમાં ઝોકાં ખાતું મારું મન જિન-વચનમાં ઊતરી પડ્યું. તે વખતે મને પવિત્ર જૈન ઘર્મનું ભાન થયું. //પના જિન-કથિત સિદ્ધાંત જે, સુણેલા કોઈ વાર, અંતઃકરણે આ ઘડી ઊતરી, લાગ્યાં સાર. ૫૨ અર્થ :- જીનેશ્વર દ્વારા કહેલા સિદ્ધાંત જે મેં કોઈવાર સાંભળેલા હતા. તે પવિત્ર સિદ્ધાંતો આ વખતે મારા અંતઃકરણમાં અસરકારક રીતે ઊતરી જવાથી તે મને ઘણા સારા લાગ્યા. પરા ભાન થયું સિદ્ધાંતનું, પ્રગટ અપૂર્વ વિચાર, જેથી પાપી પ્રાણ આ બચી, કહે છે સાર : - ૫૩ અર્થ - જિન-કથિત સિદ્ધાંત સંબંધી અપૂર્વ વિચારો ઉત્પન્ન થઈ તેનું મને યથાર્થ ભાન થયું. જેથી આ પાપી પ્રાણી મોતના મુખમાંથી બચી જઈ આપની સમક્ષ આવવા પામ્યો છે. તે કેમ બચ્યો એ વાતનો સાર આપની સમક્ષ રજૂ કરું છું. ૫૩ "અભયદાન સર્વોપરી, દાન ન તેહ સમાન, પ્રથમ મનન તેનું થયું, આમ થયું બહુમાન -૫૪ અર્થ - અભયદાન એ સર્વોત્કૃષ્ટ દાન છે. એના જેવું એકે દાન નથી. આ સિદ્ધાંતનું પ્રથમ મનન મને મારા અંતઃકરણે કરવા માંડ્યું. અને તેના પ્રત્યે આમ બહુમાન ઉત્પન્ન થયું. ૫૪ અહો! જિન-સિદ્ધાંત આ, નિર્મળ અને પવિત્ર, પર-પીડામાં પાપ છે, બનવું સૌના મિત્ર.” ૫૫ અર્થ :- “અહો! આ એનો સિદ્ધાંત કેવો નિર્મળ અને પવિત્ર છે ! કોઈપણ પ્રાણીભૂતને પીડવામાં મહાપાપ છે. “પાપાય પર પીડન” પરને દુઃખી કરવામાં પાપ છે, માટે જગતમાં સૌના મિત્ર બનવું જોઈએ. ‘મિત્તી સવ્વ મુરૂ, વૈરું મન્ન ન વળરૂં સર્વ સાથે મને મૈત્રીભાવ હો, વૈરભાવ કોઈની સાથે ન હો. ‘એ વાત મને હાડોહાડ ઊતરી ગઈ.' પપા હાડોહાડ જ ઊતરી શિક્ષા અનુપમ આજ, જાય ને તે જન્માંતરે; ખરું તારક જહાજ. ૫૬ અર્થ - ‘એ મૈત્રીભાવની અનુપમ શિક્ષા મને એવી હાડોહાડ ઊતરી ગઈ કે ‘પાછી હજાર જન્માતરે પણ ન ચસકે તેવી.' કહ્યું છે કે “સાત્મવા સર્વ ભૂતેષુ' સર્વ પ્રાણીઓને પોતા સમાન માનવાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 208