Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416 Author(s): Bramhachari, Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 8
________________ ૨ ૦ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ જીવ તજી નરદેહને જશે એકલો આજ, જફેર જશે; માઠું થયું. મળશે નહિ સુખ-સાજ. ૪૩ અર્થ - આજ મારો આ જીવ નરદેહને તજી એકલો ચાલ્યો જશે, રે જરૂર ચાલ્યો જશે. અરે બહુ માઠું થયું. હવે આ સુખના સાધનો મને મળશે નહીં. [૪૩ા છાજે આમ જ પાપને, હે! જીંવ, ભોગવ કર્મ, તેં બાળ્યા બહુ કાળજાં પરનાં, જાણી ઘર્મ. ૪૪ અર્થ - મારા જેવા પાપીને આમ જ છાજે, હે પાપી જીવ! લે તારા કરેલા કર્મના ફળ ભોગવ. તે ઘર્મ માનીને ઘણાના કાળજાં બાળ્યાં છે. II૪૪ો. રંક ઑવો રંજાડિયા, સંતાપ્યા બહુ સંત, અન્યાયે દંડ્યા ઘણા, બન્યો મદનથી અંશ.૪૫ અર્થ :- તેં અનેક રંક જીવોને રંજાડિયા એટલે દુઃખી કર્યા છે. તે અનેક સંતોને સંતાપ્યા છે. તેં અનેક મનુષ્યોને અન્યાયથી દંડ્યા છે. તે કામાંધ થઈ અનેક પાપ કર્યા છે. ટૂંકામાં તેં કોઈ પણ પ્રકારના પાપની કચાશ રાખી નથી. ૪પા “દુઃખી હું નહિ કર્દી બનું, કષ્ટ મને શું થાય? મદાંઘ થઈ તું માનતો; કર્યા કર્મ ક્યાં જાય?૪૬ અર્થ - મદમાં આંઘળો થઈ તું એમ માનતો કે હું શું દુઃખી થવાનો હતો? મને શું કષ્ટો પડવાના હતા? પણ કરેલા કર્મ ક્યાં જાય? I૪૬ાા. પુણ્ય-પાપનાં ફળ નથી, એ જ મોહ અતિ ગાઢ પ્રેરે પાપ વિષે, અરે! પણ આ દુઃખ અગાથ. ૪૭ અર્થ - પુણ્ય-પાપના ફળ નથી એમ હું માનતો હતો. એ જ તારી ગાઢી મિથ્યા માન્યતા તને મોહ કરાવી પાપ કરવામાં પ્રેરણા આપતી હતી. પણ અરે ! તેના ફળમાં આ અગાઘ દુઃખ આવી પડ્યું. //૪થા પશ્ચાત્તાપ વિષે પડ્યો, દુઃખ અકથ્ય જણાય; કોઈ બચાવે આવી તો, કેવું સારું થાય? ૪૮ અર્થ – એમ વિચારતો હું પશ્ચાત્તાપમાં પડી ગયો. અરે!હા!હવે હું નહીં જ બચું? એ દુઃખ મને અકથ્ય થવા લાગ્યું. “આ વખતે મારા પાપી અંતઃકરણમાં એમ આવ્યું કે જો અત્યારે મને કોઈક આવીને એકદમ બચાવે તો કેવું માંગલિક થાય.' ૪૮. ઘન-ઘોરંભે વીજળી સમ આશા-સુખ હોય, રક્ષકને રાજ્ય દઉં આખું માગે તોય.૪૯ અર્થ – ઘન-ઘોરંભે એટલે વાદળાના ઘેરાવામાં જેમ વીજળીનો ક્ષણિક ઝબકારો થાય તેમ અંતરમાં ક્ષણિક આશાવડે સુખ થયું કે મારી જે હવે રક્ષા કરે તે પ્રાણદાતા આખા માળવા દેશનું રાજ્ય માંગે તોય આપી દઉં. I૪૯ાાPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 208