Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 6
________________ ૨ ૦૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ જીવ લઈ નાસે અતિ, ફાળ ઉપર દઈ ફાળ, અવાજ અશ્વ-ખરી તણો સુણે, જાણે કાળ. ૨૯ અર્થ - તે હરણ પણ ફળ ઉપર ફળ દઈને પોતાનો જીવ બચાવવા અત્યંત નાસવા લાગ્યું. ઘોડાની ખરીનો અવાજ સાંભળીને જાણે મારો કાળ આવી પહોંચ્યો એમ તેને લાગવા માંડ્યું. પારકા મેં પણ પાપી પ્રાણીએ અંતર કરવા દૂર, અશ્વ પવન-વેગે મેંક્યો, ક્રૂર ઉરને ગણી શૂર. ૩૦ અર્થ - મેં પણ પાપી પ્રાણીએ તે હરણનું અંતર દૂર કરવા માટે મારા ક્રૂર હૃદયને શૂરવીર જાણી ઘોડાને પવન-વેગે દોડાવી મૂક્યો. ૩૦ આ ઉપવનમાં પેસતાં, છોડ્યું ઘનુષથી બાણ, ક્રૂર આવેશ વિષે બન્યો દયારહિત પાષાણ. ૩૧ અર્થ:- ‘છેવટે આ બાગમાં તે હરણને પેસતું દેખી કમાન ઉપર બાણ ચઢાવી મેં છોડી મૂક્યું. આ વખતે મારા પાપી અંતઃકરણમાં લેશમાત્ર પણ દયાદેવીનો છાંટો નહોતો? ક્રૂર આવેશમાં આવી હું દયારહિત પાષાણ એટલે પત્થર જેવો બની ગયો હતો. [૩૧ાા ચંડાળ-થીવર-શિરોમણિ સકળ જગતમાં હુંય, સમજ્યો ના હરણો હણ્ય મળશે મુજને શુંય? ૩૨ અર્થ - સકળ જગતમાં હું જ જાણે ચંડાળ અને ઘીવર એટલે માછીમારનો શિરોમણિ એટલે સરદાર ન હોઉં એવું મારું કાળજું ક્રૂર આવેશમાં ઝોકાં ખાતું હતું. આ હરણોને હણવાથી મને શું મળી જશે? તે મને સમજાયું નહીં. ૩રા તર તાકી માર્યું છતાં વ્યર્થ ગયું તે જ્યાંય, પાપાવેશે અશ્વને દોડાવ્યો ખૂબ ત્યાંય. ૩૩ અર્થ :- “મેં તાકીને મારેલું તીર વ્યર્થ જવાથી મને બેવડો પાપાવેશ ઉપજ્યો. તેથી મેં મારા ઘોડાને પગની પાની મારીને આ તરફ ખૂબ દોડાવ્યો.” In૩૩ના આ સામી ઝાડી વિષે ઠોકર ખાતાં અશ્વ લથડ્યો, ભડક્યો ને થયો ઝાડ, ખસ્યો હું પાર્થ. ૩૪ અર્થ :- દોડતા દોડતા અશ્વ સામી ઝાડીમાં મધ્યભાગમાં આવ્યો કે ઠોકર ખાઈને લથડ્યો અને લથડ્યા ભેગો જ ભડકી ગયો. અને ઝાડની જેમ સ્થિર થઈ ઊભો રહી ગયો. ત્યારે હું પણ પાર્થ એટલે બાજુમાં ખસી ગયો. ૩૪. એક પગ છે પેંગડે, બીજો જમન નજીક, તરવાર મ્યાનથી નીસરી, કંઠ ભણી અણી ઠીક! ૩૫ અર્થ :- “મારો એક પગ એક બાજુના પાગડા ઉપર અને બીજો પગ નીચે ભોંયથી એક વેંતને છેટે લટકી રહ્યો હતો. મ્યાનમાંથી તકતકતી તલવાર પણ નીસરી પડી હતી. આથી કરીને જો હું ઘોડા ઉપર ચડવા જાઉં તો તે તીખી તલવાર મને ગળાઢંકડી થવામાં પળ પણ ઢીલ કરે તેમ નહોતું જ.” તલવારની

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 208