Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 4
________________ ૨ ૦ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ આચાર્યોએ પાથરી રચી પાખંડી જાળ, નિજ નિજ રુચિ માફક, અરે! ઠગે બાળ-ગોપાળ. ૧૪ અર્થ :- “ઘર્માચાર્યોએ જેને જેમ રુચ્યું તેમ પોતાની રુચિ માફક પાખંડી જાળો પાથરી છે. બાકી કશુંયે નથી.' અરે! બિચારા બાળ એટલે અજ્ઞાની અને ગોપાળ એટલે ગોવાળ જેવા નાદાન પ્રાણીઓને તે ઠગે છે. ૧૪ સ્વાભાવિક સૃષ્ટિ-નિયમ ઘાર્મિકતા જો હોય, ઘર્મ એક હોવો ઘટે, વાદ-વિવાદ ન કોય. ૧૫ અર્થ :- “જો ઘર્મ પાળવાનો સૃષ્ટિનો સ્વાભાવિક નિયમ હોત તો આખી સૃષ્ટિમાં એક જ ઘર્મ કેમ ન હોત?” જો એમ હોત તો કોઈ વાદ-વિવાદ રહેત નહીં. ૧૫ - પુણ્ય-પાપ જેવું નથી, ઘર્મ-કર્મ નિર્માલ્ય; સ્વર્ગ નથી નરકે નથી, સર્વે જૂઠા ખ્યાલ. ૧૬ અર્થ:- આ જગતમાં પુણ્ય-પાપ જેવું કાંઈ નથી. ઘર્મ કાર્ય કરવું તે બધું નિર્માલ્ય એટલે માલ વગરનું છે. કોઈ સ્વર્ગેય નથી, નરક પણ નથી. આ બઘા જૂઠા ખ્યાલ અર્થાત્ જૂઠી માન્યતા છે. ૧૬ાા. કેવળ નાસ્તિક થઈ ગયો તર્જી સૌ ઘર્મ-વિચાર, મેં તો મોક્ષ ગણી લીંઘો સંસારી શૃંગાર. ૧૭ અર્થ - ‘આવા આવા તરંગોથી હું કેવળ નાસ્તિક થઈ ગયો. સૌ ઘર્મના વિચાર મૂકી દઈ મેં તો સંસારમાં રહી શૃંગાર કરવો એ જ મોક્ષ માની લીધો. ૧થા. સાચી સમજ એવી ગણીઃ ભોગવવા ખૂબ ભોગ, જન્મ તણું કારણ ગણ્યું કેવલ દંપર્તી-યોગ. ૧૮ અર્થ - મેં તો એવી સમજને જ સાચી ગણી કે આ સંસારમાં રહી ખૂબ ભોગો ભોગવવા. જન્મ પામવાનું કારણ તો માત્ર દંપતી એટલે પતિપત્નીનો સંયોગ છે; બીજું કાંઈ નથી. II૧૮ાા જીર્ણ વસ્ત્રના નાશ સમ, કાયા જાય ઘસાઈ, અંતે જીંવનરહિત થતી; ભોગ-ત્યાગ ઠગાઈ. ૧૯ અર્થ - જીર્ણ થયેલ વસ્ત્ર જેમ નાશ પામે તેમ આ કાયા પણ હળવે હળવે ઘસાઈ જઈને જીવનરહિત થઈ નાશ પામે છે. માટે આવા સંયોગોમાં ભોગનો ત્યાગ કરવો એ પોતાને જે ઠગવા બરાબર છે. ૧૯ાા એવું દ્રઢ ઉરમાં થયું, પછી કરતો અન્યાય, મને ગમે કે પાલવે તેવું વર્તન થાય. ૨૦ અર્થ :- “આવું મારા અંતઃકરણમાં દ્રઢ થઈ જવાથી મને જેમ રુચ્યું, મને કેમ ગમ્યું અને મને જેમ પાલવ્યું તેમ વર્તવા માંડ્યું. અનીતિના આચરણ કરવા માંડ્યાં.' (૨૦ાા પીડું રૈયત રાંકડી, વર્તાવ્યો મેં કેર, સતી સુંદર નારી તણાં શીલ વંદું તર્જી હેર. ૨૧

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 208