Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 3
________________ (૭૧) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૧ ૨૦૧ અર્થ :— શ્રી મુનિરાજ કહે : હે રાજા! ઘર્મને લગતું તારું ચરિત્ર હોય તો ભલે ખુશીથી કછે. અને તેમ ન હોય તો તારી કથા કહેવાનો આવેલો વેગ તેને નિવાર અર્થાત્ દૂર કર. III મનમાં નૃપ વિચારતો : ‘નૃપતિ જાણ્યો કેમ? હશે, વાત એ પછી થશે;' ખુલ્લું બોલે એમ ૭ અર્થ :— મનમાં રાજા વિચારવા લાગ્યો કે અહો! આ મહા મુનિરાજે હું રાજા છું એમ ક્યાંથી જાણ્યું? હશે, એ વાત પછી થશે. પણ હમણાં તો મારી વીતક વાત ખુલ્લી કરું. એમ જાણી વીતક ચરિત્ર કહેવા લાગ્યો. ।।૭।। “હે ભગવાન! દીઠા ઘણા એક પછી એક ધર્મ, પણ આસ્થા ના ત્યાં ઠરી, સમજાયો ના મર્મ. ૮ - અર્થ :— હે ભગવાન! મેં એક પછી એક અનેક ધર્મોનું અવલોકન કર્યું પણ પ્રત્યેક ધર્મમાંથી કેટલાંક કારણોસર મને આસ્થા થઈ નહીં અને સાચા ધર્મનો મર્મ શું? તે પણ સમજાયો નહીં. ।।૮।ા હિતકારી વિચારીને ગ્રહતો થર્મ નવીન; પણ આસ્થા ઊઠી જતી, જણાય જ્યાં તે હીન. ૯ અર્થ :— જ્યારે હું નવીન ધર્મ ગ્રહણ કરતો ત્યારે તેના હિતકારી ગુણો વિચારીને ગ્રહણ કરતો. પણ = જ્યારે તેમાં કંઈ હીનતા જણાતી કે તેના ઉપરની મારી આસ્થા ઊઠી જતી હતી. 1ાતા ધર્મ-ગુરુની પૂર્તતા, વ્યભિચાર પણ ક્યાંય, હિંસામય સિદ્ધાંતની પ્રરૂપણા, અન્યાય. ૧૦ અર્થ :— તે તે થર્મોમાં કાંતો ધર્મગુરુઓનું ઘૂર્તપણું જોઈને, કાં તેમાં વ્યભિચારની છાંટ જોઈને, કાં હિંસાયુક્ત સિદ્ધાંતોની પુષ્ટિ જોઈને અથવા ધર્મના નામે અન્યાયની પ્રવૃત્તિ જોઈ તેનો મેં ત્યાગ કર્યો હતો. ।।૧૦।। ગાન-તાનમાં લીનતા, યાત્રા-ઉત્સવ સાર, આડંબરમાં આંજતા, પણ નહિ તત્ત્વ-વિચાર, ૧૧ અર્થ :— ગાનતાનમાં લીન રહેવું તે ધર્મ અથવા યાત્રા કરવી કે ધર્મના નામે ઉત્સવો કરવા તે ધર્મ. આવા આડંબરોમાં લોકોને આંજતા જોયા પણ ક્યાંય ઉત્તમ આત્મતત્ત્વનો વિચાર મારા જોવામાં આવ્યો નહીં. ।।૧૧।। જૈન વિના બહુ ઘર્મ મેં કર્યા ગ્રહણ ને ત્યાગ, જૈન ધર્મ મેં ના ગ્રહ્યો દેખી એક વૈરાગ્ય. ૧૨ = અર્થ :— એક જૈન ધર્મ સિવાય મેં ઘણા ધર્મને ગ્રહણ કર્યા અને છોડી પણ દીધા. જૈન ધર્મનો એકલો વૈરાગ્ય જોઈ પહેલેથી જ મેં તેને ગ્રહણ કર્યો નહીં. ।।૧૨।। ઘણ્ડ લે-મેલ કરી, કર્યો આખર એ સિદ્ધાંત કે મિથ્યા થાઁ બધા, બગ-ઠગ-નીતિ નિતાંત. ૧૩ અર્થ :— ઘણા ધર્મોની લે-મેલમાં છેવટે મેં એવો સિદ્ધાંત નક્કી કર્યો કે બધાય ધર્મો મિથ્યા છે. લોકો બગ એટલે બગલા જેવા નિતાંત એટલે ખૂબ ઠગ નીતિને ઘર્મના નામે આચરવાવાળા છે. ।।૧૩।।

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 208