Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 5
________________ (૭૧) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૧ ૨ ૦ ૩ અર્થ - રાંકડી એટલે ગરીબડી એવી રૈયત કહેતા પ્રજાને હું કેર અર્થાતુ જુલમ ગુજારી પીડવા લાગ્યો. સતી સુંદર નારીઓ ઉપર કરવી જોઈતી હેર એટલે કૃપાને તજી મેં તેમના શીલ લૂંટ્યા. ર૧ાા સજ્જનને દંડ્યા ઘણા, રિબાવ્યા બહુ સંત, દુર્જનને ઉત્તેજિયા, પાપ-પુંજમાં ખંત. ૨૨ અર્થ:- સજ્જનોને મેં ઘણા દંડ્યા, સંતપુરુષોને બહુ રિબાવ્યા તથા દુર્જનોને ઉત્તેજન આપ્યું. એમ ખંત એટલે ચીવટપૂર્વક વર્તીને ઘણા પાપના પુંજ એટલે ઢગલા મેં ભેગા કર્યા. રરા પર્વત મુજ સૌ પાપનો મેરુને ટપી જાય, આ સૌનું કારણ ગણું ઘર્માચાર્ય બઘાય. ૨૩ અર્થ – ‘હું ધારું છું કે મેં એટલા પાપ કર્યા છે કે પાપનો એક પ્રબળ પર્વત બાંધ્યો હોય તો તે મેરુથી પણ સવાયો થાય! આ સઘળું થવાનું કારણ માત્ર લુચ્ચા ઘર્માચાર્યો હતા? મારવા ચંડાળ-મતિ મારી હતી હમણા સુર્થી, મુનિરાય! માત્ર અદ્ભુત કૌતુકે આસ્તિકતા દેખાય. ૨૪ અર્થ – “હે મુનિરાજ ! આવીને આવી ચંડાળમતિ મારી હમણા સુધી રહી. માત્ર અદ્ભુત કૌતુક બન્યું કે જેથી મને શુદ્ધ આસ્તિકતા આવી ગઈ.” રજા કહું કૌતુક-પ્રસંગ તે વીત્યો વને પ્રત્યક્ષ, ઘર્મ-કથારૂપ સર્વ છે, વનવું આપ સમક્ષ. ૨૫ અર્થ - હવે જે કૌતુક-પ્રસંગ વનમાં પ્રત્યક્ષ મારામાં વીત્યો તે સર્વ ઘર્મકથારૂપ હોવાથી આપ સમક્ષ વિનયપૂર્વક નિવેદન કરું છું. રપા (૨) નૃપ ઉજ્જયની નગરીનો ચંદ્રસિંહ મુજ નામ, શિકારે દળ પ્રબળ લઈ ચઢ્યો, તજી સુખ-ઘામ. ૨૬ અર્થ - હું ઉજ્જયની નગરીનો ચંદ્રસિંહ નામે રાજા છું. સુખઘામ એવા રાજમહેલને તજી, પ્રબળ સૈન્ય દળ લઈને આજે શિકાર કરવા માટે હું જંગલમાં આવી ચઢ્યો. /રકા દૂભવવાં દિલ દયાળુનાં, ખાસ ઇરાદો એ જ, રંક હરણ પાછળ પડ્યો, સૈન્ય રહ્યું ક્રૂર છેક. ૨૭ અર્થ - ખાસ દયાળુ પુરુષોના દિલને દુભવવાનો ઇરાદો રાખી હું એક રંક હરણની પાછળ પડ્યો. તેથી સૈન્ય ઘણું દૂર રહી ગયું. રથા હરણ-પેઠે હું અશ્વ સહ, આવ્યો અહીં નજીક, પાછળ શિકારી પડ્યો, તેની તેને બીક. ૨૮ અર્થ - હરણની પાછળ ઘોડો દોડાવતો અહીં તેની નજીક આવ્યો કે શિકારી પાછળ પડ્યો એમ જાણી તેને પણ ઘણી બીક લાગી. ૨૮.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 208