Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 7
________________ (૭૧) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૧ ૨ ૦ ૫ અણી ઠીક મારા કંઠ ભણી હતી. રૂપા પગ નીચે ગિરિ-નાગ ને અશ્વ ઉપર તરવાર, પ્રાણ-રક્ષણ નહીં બને, મરણ તણી નહિ વાર. ૩૬ અર્થ - ‘નીચે જ્યાં દ્રષ્ટિ કરીને જોઉં છું ત્યાં એક કાળો તેમજ ભયંકર નાગ પડેલો દીઠો !” અને ઘોડા ઉપર તરવાર. હવે અહીં મારા પ્રાણનું રક્ષણ થાય એમ લાગતું નથી. મારું મરણ થવાને હવે વાર નથી. ૩૬ાા કાળો નાગ નિહાળીને કંપ્યું આ ક્રૂર ઉર, અંગેઅંગ બઘાં ઘૂજે, ગઈ શૂરવીરતા દૂર. ૩૭ અર્થ - કાળો ભયંકર નાગ જોઈને મારું હૃદય કંપવા લાગ્યું. અંગેઅંગ ધ્રુજવા લાગ્યા અને મારું બધું શુરવીરપણું દૂર ભાગી ગયું. ૩ળા હે ભગવન, ખસી ના શકું, ઉપર નીચે કાળ; હળવે રહી દૂર ફેંદી પડું, લાંબી મારી ફાળ- ૩૮ અર્થ :- હે ભગવાન! હવે ત્યાં ખસી શકું એમ નહોતું. ઉપર તલવાર અને નીચે નાગ જોઈ કાળને આવ્યો જાણી વિચાર કર્યો કે હળવેથી લાંબી ફાળ મારીને દૂર કૂદી પડું. ૩૮ એમ વિચારું હિમ્મતે રે! દૂર સિંહ જણાય, યાળ વિકરાળ ભાળતાં, શરીર શીતળ થાય. ૩૯ અર્થ :- એમ હિમ્મતથી વિચારી સામે દ્રષ્ટિ કરી કે ત્યાં એક વિકરાળ સિંહરાજને પડેલો દીઠો. તે સિંહની યાળ એટલે ગરદન ઉપરના વિકરાળ વાળ જોઈ મારું શરીર ઠંડુ પડી ગયું. ૩૯ થરથર ધ્રુજારી હૂંટી પરસેવો પણ થાય; અશ્વ ઉપર થેકાય ના, ખગે કંઠ કપાય. ૪૦ અર્થ - હવેથી હું શિયાળાની ટાઢથી પણ સોગણો ધ્રુજવા લાગ્યો અને પરસેવો પણ થવા લાગ્યો. ઘોડા ઉપર પણ શેકાય એટલે છલાંક મારી ચઢાય એમ નથી. કેમકે પોણા ભાગની નાગી તલવારથી કંઠ કપાઈ જાય તેમ હતું. ૪૦ ચોફેર ચોકી મોતની, નહિ બચવાનો લાગ, ઘટના એકાએક આ જણાવતી દુર્ભાગ્ય.૪૧ અર્થ - ચારે બાજુ મોતની ચોકી જોઈને હવે બચવાનો મને લાગ નથી. એકાએક બની ગયેલ આ ઘટના તે મારા દુર્ભાગ્યને જણાવતી હતી. I૪૧૫ જીવ પડ્યો વિચારમાં જે સાથનથી સુખ સકળ જગતનું ભોગવું, પડ્યું મોતને મુખ. ૪૨ અર્થ :- હવે મારો જીવ વિચારમાં પડ્યો કે જે શરીરના સાધનથી હું સકળ જગતનું સુખ ભોગવું તે જ મોતના મુખમાં આવી પડ્યું. ૪રા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 208