Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna Author(s): Bhogilal Jaychand Sandesara Publisher: Gujarat Varnacular Society Ahmedabad View full book textPage 9
________________ બે બેલ ૧૯૩૧ ના જૂન માસમાં મેં કેશરવિમલકૃત “સૂક્તમાલા'નું સંપાદન કર્યું ત્યારથી પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તરચનાના વિધ્ય પ્રત્યે મારું ધ્યાન સવિશેષ દેરાયેલું હતું. પછી ૧૯૩૩માં શ્રી ફાર્બસ ગૂજરાતી સભા માટે માધવકૃત “રૂપસુન્દરકથા'નું સંપાદન કરવાને પ્રસંગ મળતાં એ વિષયને વધુ અભ્યાસ કરવાની તક મને સાંપડી. એ જ વર્ષના અંતમાં વડોદરા મુકામે એલ ઈડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સનું સાતમું અધિવેશન મળતાં તેના ગૂજરાતી વિભાગ સમક્ષ “પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તરચના” નામને એક સંક્ષિપ્ત નિબંધ મેં રજૂ કર્યો હતો અને કોન્ફરન્સની વિભાગી બેઠક સમક્ષ તે વંચાય પણ હતું. પરંતુ કોન્ફરન્સના અહેવાલમાં, સ્થળસંકોચને કારણે. એને માત્ર સારભાગ છપાયું હતું અને મૂળ આખું લખાણુ અપ્રસિદ્ધ જ રહ્યું હતું. ત્યારપછીનાં સાત આઠ વર્ષ દરમ્યાન સંખ્યાબંધ નવાં સંશોધન થયાં છે અને અનેક અગત્યની વીગતે જાણવામાં આવી છે. વળી પ્રસંગેપાર હસ્તલિખિત પ્રતો તપાસવાની તક મળતાં પણ એ વિષયના માહિતીભડોળમાં ઉમેરે થતે રહ્યો. એ બધી માહિતીને એક વ્યવસ્થિત લખાણનું સ્વરૂપ આપવાને પ્રયાસ છેક હમણાં કર્યો છે. અર્થાત ઓરિયેન્ટલ કોન્ફરન્સવાળો નિબંધ આ લખાણમાં કેવળ બીજરૂપે જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 98