Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 73
________________ ઇ પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના [ ૧૩ આગ સુસંગ લઈ રાખજે કને, ધીરશે મા કામ ક્રોધ લોભ ચેરને. મૂકજે કુસંગ ફાંસિયાતણ પુરી, આવશે અપાર મહિની નદી ખરી; બેસજે વૈરાગ્ય નાવમાં ફરી ફરી, ચાલજે સુવાટ પેલી પાર ઊતરી. વિકટ છે અવાટ, બીજી વાર ચૂકશે, જાણુ દેશ રહી જશે, અજાણમાં જશે; વિષે ધૂર્ત, મધ્ય જાળ માંહિ ડૂબશે, કામરૂપ દંભ, ત્યાં વિવેક ભૂલશો. અને અંતમાં પ્રવૃત્તિ બ્રાંતિ (?) ને નિવૃત્તિ ચિત્ત રાખજે, નિવૃત્તિ ચિત્ત રાખે ભક્તિ સ્વાદ ચાખશે; ભક્તિને નવે પ્રકારમાં રમાડજે, તે રમાડતાં પ્રભૂથી પ્રેમ આણજે. પ્રેમ આણતાં વિરાગ તુર્ત ભાવશે, તે સમે પ્રપંચવાત તુચ્છ લાગશે; જ્ઞાન આવતે વિરાગમાં કશી જશે, તે સમે વિવેક સત્પદાર્થને થશે. વિધિ નિષેધના બધા અનિત્ય જાણશે, તે સમે સમાધિ માર્ગ યોગ ઝાલશે; યોગ માર્ગ ઝાલી લિંગદેહ ત્યાગશે, લિંગદેહ ત્યાગે જીવ શિવ થઈ જશો. સંવત અઢાર પડે પોષ માસને, આ નવીન ગ્રંથ પૂર્ણ તે સમે બન્યો; હું કવિ અજાણું, દોષ હસ્વ દીર્ઘ, “ જાણતા નથી, સુધારજે કવિજને.. ૮૭ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૮૫

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98