Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 81
________________ વૃત્તબંધો અને ઉચ્ચારણ [ ૭૧ નકલનું સંગાપન કરે છે, તે પ્રજાની રસવૃત્તિને કેવા સાહિત્યપ્રકારે માફક હતા તે સહજ સમજી શકાશે. આથી ઊલટું જ, મરાઠી સાહિત્યમાં જેમ પ્રાચીન કાળથી વૃત્તરચનાઓ થતી આવી છે, તેમ મરાઠી જનતામાં એને સારી રીતે પ્રચાર પણ થતું રહે છે. વામન પંડિતકૃત “સુદામાચરિત્ર' તથા બિલ્ડણપંચાશિકા'ને સમીકી અનુવાદ, સામરાજકૃત “રુકિમણીહરણ” તથા “લિમ્બરાજરત્નકલા', રઘુનાથ પંડિતકૃત “નલોપાખ્યાન', કેકાવલિ'માં પ્રસિદ્ધ થયેલાં મયૂર (મારે પંત) નાં કેટલાંક કાવ્યોએ સર્વે વૃત્તબદ્ધ છે, એટલું જ નહિ પણ ખૂબ લોકપ્રિય પણ છે. પ્રાંતિક ભાષાઓ અને સાહિત્ય ઘડાયાં તે અરસામાં-એટલે કે પંદરમા–સોળમા સૈકા પછીના સમયમાં-સંસ્કૃત વાલ્મય અને પ્રાચીન સંસ્કૃતિનો પરિચય મહારાષ્ટ્રમાં ગૂજરાત કરતાં કંઈક વિશેષ વ્યાપક હત, તે તે એનું કારણ નહિ હોય? કવિ પ્રેમાનંદે પોતાના શિષ્ય રનેશ્વરને મરાઠી જેવી પદ્યરચનાઓ કરવાનું સુપ્રત કર્યું હતું, અને રનેશ્વરે ઉત્તમ પ્રતિનાં વૃત્તબદ્ધ કાવ્યો લખીને એ આદેશને લેખનમાં ઉતાર્યો, એમ પ્રાચીન કાવ્યમાળાના સંપાદકે જણાવે છે. બીજું કંઈ નહિ તોયે પ્રાચીન મરાઠી સાહિત્યમાં વૃત્તરચનાઓની ઉત્કૃષ્ટતા, વ્યાપકતા અને લોકપ્રિયતા ઉપર તો આ માન્યતા પ્રકાશ પાડે છે જ. વૃત્તબંધ અને ઉચ્ચારણ જૂની ગૂજરાતીમાં લખાયેલાં વૃત્તબદ્ધ કાવ્યને અભ્યાસ ભાષાદષ્ટિએ પણ મહત્ત્વનો છે. દેશીઓ તથા અન્ય છ દે માત્રામેળને વિષય હોવાથી દેશીઓ અથવા માત્રામેળ છે દેશમાં રચાયેલાં કાવ્યો ઉપરથી ભાષાનું સ્વરૂપ એકદમ નક્કી થઈ શકતું નથી. સમયના વહેવા સાથે ભાષાસ્વરૂપમાં પરિવર્તન થાય છે, તેથી શબ્દોના માત્રાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98