Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
૭૪]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના એ અવતરણમાં “ભાવસિહ અને “આવિર્યુને અનુપ્રાસ મેળવ્યો છે, એ બતાવે છે કે એ બન્નેનું ઉચ્ચારણ, સિલ” અને “સ્ય'ના વચગાળાનું થતું હશે (ફૂટનેટ નં. ૮) તથા એ જ કારણથી, કયું રૂપ લખવું એને સંભ્રમ લહિયાને થતું હોવો જોઈએ.
પ્રાચીન કાવ્યના વૃત્તબંધ ઉપરથી ખેંચેલાં આ અનુમાને માત્ર સૂચનરૂપે છે, છતાં તે એટલું તે બતાવી શકશે કે પ્રાચીન ગૂજરાતી હાથuતેની લેખનપદ્ધતિ અને જનતાની ઉચ્ચારણપદ્ધતિ વચ્ચે સંપૂર્ણ એકરૂપતા નહતી.
ઉપસંહાર સંસ્કૃત વૃત્તિ વિશે આમ સ્થિતિ છે. એ પ્રેમાનંદને સંબંધ ભૂતકાળનું અંગ હતું, તથાપિ ગૂજરાતી સાહિત્યને ઇતિહાસ જોતાં સંસ્કૃત વૃત્તિને નવો ઉદય આધુનિક કવિતામાં જ–પાછલા પચાસ વર્ષની અંદર થયો છે, તે દૃષ્ટિએ પ્રેમાનંદની રચનામાં સંસ્કૃત વૃત્તિનું દર્શન તે એક રૂપે તેના પછીના સમયના સ્વરૂપને જ પ્રવેશ થયે દેખાડે છે, અને એ પ્રકારને કાલવિરોધ સંશયને માર્ગ આપે છે.”૫૮
પ્રેમાનંદનાં નાટકોના કર્તવ સંબંધી ચર્ચા કરતાં સદ્ગત સાક્ષર શ્રી નરસિંહરાવે આ વાકય લખ્યું ત્યારે પ્રાચીન સાહિત્યમાંની રત્નેશ્વર વગેરેની વૃત્તરચનાઓ માત્ર અપવાદરૂપે જાણવામાં આવી હતી. એ લખાયું ત્યારપછીનાં ત્રીસ કરતાં વધુ વર્ષોમાં પ્રાચીન ગૂજરાતી સાહિત્યનું સંશોધન અને સંપાદન સારા પ્રમાણમાં થયું છે. પરિણામે આ નિબંધમાં પચીસ સળંગ વૃત્તબદ્ધ કાવ્યોની અને બીજાં લગભગ તેટલાં જ કાવ્યોની પ્રકીર્ણ વૃત્તરચનાઓને–એટલે આશરે પચાસ કાવ્યોમાં પ્રયોજાયેલાં વૃત્તોને–પરિચય કરાવી શકાય
૫૮. પ્રેમાનંદનાં નાટક, પૃ. ૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com