Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 74
________________ ૧૪] પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના ગૂ. વ. સો. ના સંગ્રહમાંની હાથપ્રત નં. ૧૦૩૫માંથી કોઈ અજ્ઞાત કવિકૃત પાંચ તૂકનું “ગણેશસ્તોત્ર' મળી આવે છે. તે આખુંયે ચામરમાં છે. આવાં નાનાં કાવ્યમાં રચ્યા સાલ હતી જ નથી, તેમ વળી આ કૃતિને અંતે લહિયાએ લખ્યા સાલ પણ આપી નથી. પરંતુ આ જ હાથપ્રતમાંનાં બીજાં કાવ્યોને અંતે નકલ કર્યાની જે સાલ આપી છે, તે સં. ૧૮૧૯ થી ૧૮૩૫ સુધીની છે, એટલે ગણેશસ્તોત્ર'ના રચનાકાળની ઉત્તરમયાદા ઓગણીસમા સૈકાના પૂર્વાર્ધની ગયું છે. ગણેશસ્તોત્ર' ગૂજરાતી લિપિમાં ઉતારવામાં આવેલ છે. નકલ ખૂબ ભ્રષ્ટ અને અશુદ્ધ છે તેમ જ કેટલેક સ્થળે અર્થ પણ અસ્પષ્ટ રહે છે, છતાં તેમાં પ્રયોજાયેલ ચામરના ઉદાહરણ તરીકે આદિ તથા અંતની એક એક કડી અહીં ઉતારી છે. આદિ– હમજાસુત ભુજ ગણેશ ઈશનંદન, એકદંડ વક્રતુંડ નાગ અગનસૂત્રક; રગતગાત્ર ઘુમરનેત્ર સુકલ વખશમંડિયું, શ્રીકમલ વ્રખશ ભગતીરખશ નમસ્તુ તે ગજાનનં. અંતમાં રિદ્ધિ બુદ્ધિ અષ્ટસિદ્ધિ નવ્યનિદ્ધિદાયક, જગત્ક્રમ શરવધરમ વરણાવરણ અરમિત, ભૂતદુષ્ટ દુષ્ટભ્રષ્ટ દાણાવ દુરંતરં, શ્રીકમલાખશ ભગતીશ નમતુ તે ગજાનન. આ પછી એક જુદી જ ભાત પાડતું કાવ્ય તે દેવીભક્ત કવિ મીએ શંકરાચાર્યની “સૌન્દર્યલહરી'ને “શ્રીલહરી' ૪૫એ નામથી ૪૫. કવિ મીઠુંના જીવન તથા કવનના પરિચય માટે જુઓ દી. બ. નર્મદાશંકર દેવશંકર મહેતાકૃત “શાક્ત સંપ્રદાય', પૃ. ૧૨૦–૨૭. મીઠના અનુવાદ સાથે કવિ બાલાશંકરના અર્વાચન અનુવાદની અછડતી તુલના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98