Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
૨૦ ]
પ્ર. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના ભવાનિપત્તિ પાયભત્તિ કતલ કામિની, તે સુવીર વન્નવંતિ ગે ગયંદગામિણી. ૩૦૧
શાલિસૂરિના “વિરાટપર્વ 'નો પરિચય આપતાં આરંભમાં જ માણિજ્યસૂદ્રસૂરિકૃતિ “શ્કરાજકથા 'ને ૧૩ ઉલ્લેખ કર્યો છે, કે જેમાં કરવામાં આવેલા ઉદ્ધરણને આધારે “વિરાટપર્વ” ને રચનાકાળથી ઉત્તરમર્યાદા નક્કી થઈ શકે છે. સભારંજની ગદ્યશૈલીમાં
-બેલી' માં–રચાયેલું માણિક્યસુન્દરનું “પૃથ્વીચન્દ્રચરિત્ર' સં. ૧૪૭૮ માં રચાયેલું છે, એટલે “શુકરાજકથા” ને રચનાકાળ પણ એ અરસામાં હોઈ શકે. “શુકરાજકથા' સરલ સંસ્કૃત ગદ્યમાં લખાયેલું એક જૈન ધાર્મિક કથાનક છે. એ કથાનકનો કોઈ અજ્ઞાત લેખકે મધ્યકાલીન ગૂજરાતી ગદ્યમાં સંક્ષેપ પણ કરેલો છે મૂળ સંસ્કૃત કથાનકમાં વચ્ચે વચ્ચે પ્રાસ્તાવિક સંસ્કૃત, પ્રાકૃત અને પ્રાચીન ગૂજરાતી સુભાષિત પણ ઉતારેલાં છે. ગૂજરાતી સુભાષિતોમાં એક સ્થળે નીચે પ્રમાણે ઈન્દ્રવજાની કડી મળે છે –
પુણ્યપ્રભાવિ શશિ સૂર્ય ચાલઈ, પુણ્યપ્રભાવિ ફલ વૃક્ષ આલઈ, પુણ્યપ્રભાવિ જલુ મેઘ મૂકાઈ,
સમુદ્ર મર્યાદ થકી ન ચૂકઈ આગળ “વિરાટપર્વ'માંથી જે અવતરણ આપવામાં આવ્યાં છે તે પૈકી ૧૬ તથા ૧૭ મી કડીમાંથી એક એક પંક્તિ લઈને
શકરાજથા'ના લેખકે દૈવની પ્રબળતાના વિયયમાં નીચે પ્રમાણે એક સુભાષિત બનાવી કાઢ્યું છે—
(સ્વાગતા) દેવ દાનવ રાઉત રાણુ,
દેવ આગલિ ન કે સપરાણ9; ૧૩. શ્રીહવિજયજી જૈન લાયબ્રેરી, અમદાવાદ તરફથી પ્રસિદ્ધ શુરાજ કથા માં ઉદ્ધૃત થયેલાં ગુજરાતી સુભાષિતે માટે જુઓ.
રૂપસુન્દરકથા', ઉપદુધાત, પૃ. ૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com