Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 67
________________ પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના [ પ૭ નખ શિખથી નિહાળે, આરતીને ઉજાળે, રસબસ થઈ રાધા, ભાંજતી શેકબાધા.૩૯ રનેશ્વરના ભાગવતમાં પણ પ્રત્યેક અધ્યાયને આરંભે એક સંસ્કૃત તેમ જ એક ગુજરાતી વૃત્ત મૂકવામાં આવેલ છે. એમાં એક પ્રકારની ઔપચારિકતા હોવાને લીધે, એમાં રત્નેશ્વરના શૈલી ગુણ “પ્રબોધપંચાશિકા' અને “બાર માસ” જેટલા દીપી નીકળતા નથી. એમાંથી થોડાંક ઉદાહરણઃ ( દ્વતવિલસ્મિત ) પ્રથમમાં ખટ પ્રશ્ન કર્યા મુનિ, નિમિષમાં કરતા નિગમ ધ્વનિ; દ્વિતીયમાં કહી ઉત્તર ઋારને, વિબુધ સૂત સમુદ્ર-વિચારને. –સ્કન્ધ ૧, અધ્યાય ૨ ( વસન્તતિલકા). શ્રી ભાગવત-રસપાન કથા સમધ, શ્રોતા પરીક્ષિત તણે તવ ફહે સમધ; સંજુબાલવધકારકવિપ્રદંડ, એવી કથા કથિત સપ્તમમાં પ્રચંડ. સ્કન્ધ ૧, અધ્યાય ૭ ( ભુજગપ્રયાત ) હવે સાતમે કૃણલીલાવતાર, કહ્યાં છે અને પુત્રને વાક્યસાર; તિનાં કર્મ સાથે પ્રયોજન ભાખ્યાં, ગુણ વર્ણવ્યા વૈષ્ણવે મંન રાખ્યા. – સ્કન્દ ૨, અધ્યાય ૭ ૩૯. એજન, પૃ. ૧૧૬-૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98