Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 68
________________ ૫૮ ] પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના ( અનુટુપ ) દશે ભાગવતાખ્યાન-મિષે મુનિ જણાવશે; પરિક્ષિત-પ્રશ્ન-સન્દ–અંગ–ભંગ જણાવશે. -કલ્પ ૨, અધ્યાય ૧૦ આ પછીના કાળનું સૌથી મહત્ત્વનું વૃત્તબદ્ધ કાવ્ય તે જૈન કવિ કેશરવિમલકૃત “સૂક્તમાલા.૪૦ ૧૭૦ કડીનું. એ કાવ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર વર્ગમાં વહેચાયેલું છે, અને પ્રત્યેક વર્ગમાં તે વર્ગને અનુરૂ૫ એવા જુદા જુદા વિષયો ઉપર વિવિધ વૃત્તોમાં કવિએ સ્વરચિત સૂક્તો આપ્યાં છે. અર્થાત આ રીતે “સૂક્તમાલા' એ તેનું સાર્થક નામ છે. થોડાક દસકાઓ પૂર્વે જૈન સાધુસમાજમાં એમાંનાં સૂકતોને સારે પ્રચાર હત; અને વ્યાખ્યાન કરતાં યોગ્ય પ્રસ્તાવ અનુરૂપ વિષયનાં મુખપાઠ કરેલાં સૂકતને ઉચિત ઉપયોગ કરવામાં આવતું. “સૂક્તમાલાના ચારે વર્ગમાંથી થોડાંક ઉદાહરણ જોઈએ: સજજન વિષયે– (માલિની ) સદય મન સદા, દુઃખિયાં જે સહાઈ, પરહિત મતિદાઈ, જાસ વાણુ મીઠાઈ, ગુણુ કરિ ગહરાઈ, મેધ ન્યૂ ધીરાઈ, સજન મન સદાઈ, તેહ આનંદદાઈ. ધર્મવર્ગ, કડી ૧૩ સાધુધર્મ વિષયે– ( શાર્દૂલવિક્રીડિત) જે પંચવમેભાર નિવહે, નિઃસંગ રંગે રહે, પંચાચાર ધરે, પ્રમાદ ન કરે, જે દુઃખ તો બહુ સહે, ૪૦. પ્રસિદ્ધ, મારા વડે સંપાદિત, સાહિત્ય, ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૧૯૩૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98