Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૪૧
કેટલાક મુદ્દાઓની તે અવગણના કરી શકે છે. “રૂપસુન્દરકથા’ના કતી માધવનું ભાષા અને છંદ ઉપર પૂરતું પ્રભુત્વ છે, ઉચિત સ્થળે ઉચિત શબ્દ શોધવાની મુશ્કેલી તેને મુદ્દલ પડતી નથી અને સ્થળે સ્થળે નજરે પડતા કાવ્યતત્વના ચમકારા નવા વાચકને ક્વચિત અર્વાચીનતાને પણ ભાસ કરાવે છે. ભુજગપ્રયાત, રથોદ્ધતા, સ્વાગતા, સ્ત્રવિણી, શાલિની, માલિની, શાર્દૂલવિક્રીડિત, વસન્તતિલકા, મન્દાક્રાન્તા, શિખરિણી, ઈન્દ્રવજા, વંશસ્થ, ઉપજાતિ, કુતવિલખિત અને સ્ત્રગ્ધરા એટલાં વૃત્તોનો આ કાવ્યમાં સમુચિત પ્રયોગ છે. ભાવ પ્રમાણે વૃત્તમાં પલટો આણવાનું આ કવિ આપણને કદાચ પહેલી જ વાર શીખવી જાય છે.
કથાભાગને અખંડિતકલ્પ રાખીને કાવ્યતત્ત્વ અને વૃત્તોની વિવિધતા એ બન્ને વસ્તુઓ પર પ્રકાશ પડે તેવી રીતે “રૂપસુન્દરકથા'માંથી અહીં અવતરણે આપ્યાં છેઃ
(ઉપજાતિ ) ભૂમંડલે ચન્દ્રવતી પુરી હતી, તે ચન્દ્રસેને વસતી કરી હતી; પ્રજા વિષે જે નૃપની રૂપાં હતી, ધનાઢય લોકે પરિપૂર્ણ તે હતી.
( કુતવિલમ્બિત ) શશિકલા નૃપની પટરાણિએ, ઉદર ગર્ભ ધર્યો, ક્યમ જાણિએ? શિપ વિષે જ્યમ મૌક્તિક પાણિએ, કદલિ માહ કસ્તૂરી વખાણિએ. (કડી ૯-૧૦).
( શાલિની ) ગચ્છાયા તે તણે અંગ કેવી, વચ્ચે વીંટી રત્નની કાતિ જેવી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com