Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
પર ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના મુજ કારણે અવતર્યા . શ્રીમુરારિ, ઘણું ખાધું પીધું, ઘણા ભાગ કીધા,
છતી રાવરાણા કને દંડ લીધા. (કડી ૪–૫). પ્રેમાનંદના પુત્ર વલ્લભના “દુઃશાસનાધિર પાનાખ્યાન'માં શિખરિણું તથા ભુજંગીને બહેળો ઉપયોગ થયો છે, પરંતુ વલ્લભનાં કાવ્યોને કત્વ વિશે પણ હવે તે વિદ્વાને શંકાશીલ છે.
આપણી દષ્ટિએ તે પ્રેમાનંદના વિદ્વાન શિષ્ય રત્નેશ્વરની કૃતિઓ સૌથી મહત્ત્વની છે, કેમકે તેનું “આત્મવિચારચન્દ્રોદય” અથવા “વૈરાગ્યબાધક કાવ્ય'૩૫ આખું વૃત્તોમાં છે, એટલું જ નહિ પરંતુ તેના બાર માસ ૩૧ તથા “ભાગવત ”૩૭ માં સ્થળે સ્થળે વૃત્તોને પ્રયોગ છે. કહેવાય છે કે રત્નેશ્વરે કાશી જઈ ન્યાય, વ્યાકરણ અને વેદાન્તનો અભ્યાસ કર્યો હતો. તેનાં વૃત્તોમાં પ્રસાદ અને ગૌરવ જેવા ઉચ્ચ શિલીગુણ પૂર્ણપણે ખીલેલા નજરે પડે છે.
આત્મવિચારચન્દ્રોદય’ના પહેલા બે તરંગ તથા ત્રીજા તરંગને થોડોક ભાગ પ્રસિદ્ધ થયેલ છે. બાકીના તરંગોમાં અતિ ઉગ્ર વૈરાગ્ય હોવાથી તેને પાણીમાં બોળાવી દેવામાં આવ્યા હતા, એવી કિવદન્તી છે. આખું કાવ્ય શાક્તરસપ્રધાન છે. દેહાદિકની ચંચળતા, જન્માદિકમાં દુઃખ, સંસારસુખનું મિથ્યાપણું, ઈશ્વરભક્તિની આવશ્યકતા, જ્ઞાનને મહિમા ઇત્યાદિ વિષયનું પ્રતિપાદન કરીને કવિએ વૈરાગ્યની શ્રેષ્ઠતા બતાવી છે. થોડીક વાનગી જોઈએ:
૩૫ પ્રસિદ્ધ: પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, વર્ષ ૮, અંક ૩; બહકાવ્યદેહન, ભાગ ૩; પ્રાચીન કાવ્ય વિનોદ, ભાગ ૧; તથા સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય તરફથી સ્વતંત્ર પુસ્તકાકારે. અહીં આપેલા પૃષ્ઠો પ્રાચીન કાવ્ય વૈમાસિકના સમજવા.
૩૬. પ્રસિદ્ધઃ પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, વર્ષ ૫, અંક ૨; બહલ્કાવ્યદેહન, ભાગ ૬; તથા પ્રાચીન કાવ્યસુધા, ભાગ ૧.
૩૭. સ્કન્ધ પહેલે પ્રાચીન કાવ્યમાળા, ગ્રન્થ ૧૫માં, સ્કન્ધ પહેલો તથા બીજે ગુજ. વ. સોસાયટી (સં. શ્રી કેશવરામ શાસ્ત્રી) તરફથી અને
ધ દસમો શ્રી ગદુલાલબ તરફથી છપાયેલ છે. અગિયારમો અપ્રસિદ્ધ છે. બીજા કો અપ્રાપ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com