Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
મા. ગ્રૂ. સાહિત્યમાં વૃત્તરચના
જખ લગિ પુરમાર્ગે બિલ્ડા માછ ટ્ટો, તબ લિંગ હૃદય' મે પંચમાણ: ક્ષિણાતિ.ર ૨૮ સાળમા સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયેલ તપાગચ્છના આચાર્ય ધનરત્નસૂરિના સમકાલીન ભાનુમેરુએ ૩૩ કડીની ‘સ્ત ભનપાર્શ્વનાથસ્તુતિ' લખી છે, તે આખીયે વ્રતવિલમ્નિતમાં છે. જોકે વૃત્તરચના ઉપર કવિના હાથ ખરાખર ખેડેલે જણાતા નથી, એથી છંદાભંગ પુષ્કળ થયા છે; પરન્તુ કાવ્યની ભાષા સરલ, પ્રવાહી અને પ્રાસાદિક છે. આ કાવ્યની બીજી એક વિશિષ્ટતા એ છે કે કવિએ તેને ૧૩૨ દલના પદ્મબંધમાં ગાઠવ્યું છે. પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં આ પ્રકારનાં ચિત્રકાવ્યા. વિરલ છે, એ દૃષ્ટિએ કૃતિનું ખાસ મહત્ત્વ ગણાય. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાંથી મળેલી હાથપ્રત ઉપરથી એ કાવ્યનું સંપાદન મેં કર્યું છે, અને તે પદ્મબંધના ચિત્રસહિત ક્ા. ગૂ. સભા ત્રૈમાસિકમાં પ્રસિદ્ધ થયું છે.
[ ૩૩
.
,
૨૮. શ્રી. છગનલાલ વિદ્યારામ રાવળે પ્રાચીન કાવ્યસુધા,' ભાગ ૪માં આ કાવ્ય સંપાદિત કર્યું છે, તેમાં આ મ્લાક નથી, પરન્તુ પૂ. શ્રી. કાન્તિવિજયજી મહારાજ પાસેની બે હાથપ્રતા ઉપરથી સાહિત્ય જીલાઈ ૧૯૩૨માં મે' એ કાવ્ય છપાવ્યું છે, તેમાં તે છે. ચૌદમા શતકની વૃત્તરચનાની ચર્ચા કરતાં આપણે પ્રબન્ધચિન્તામણિ'ના આવા સંસ્કૃતમિશ્રત શ્ર્લાક જોયા હતા. પ્રાચીન સાહિત્યમાંથી એવા ખીજા કેટલાક શ્લાક અહીં આપ્યા છેઃ—
નેત્રપ્રતાપાનલદગ્ધગાત્રે,
હું પદ્મપત્રે, વિમલે, પવિત્રે,
જલે ગ્રહ્યો જન્મ તથાપિ ભિન્ન, ન ચ'દ્ર અમિ, રવિરશ્મિ ખિન્ન, (રૂપસુ’દરકથા’, કડી ૩૨) આધા આવે આદર દીજઇ સ્વર્ણરૂપ્યાદિ દા, પાસે કા બેસવા ન ઘઇ નિર્ધનેભ્યા જનેભ્યા, તમે। અમારા જીવનપ્રાણ, સ્વાર્થે એકાહિ જ્ગ્યા, અલ્યા અમ્હે કુણ, તમ્હે કુણુ, સ્વાર્થહીના વદન્તિ. (‘શારદા’, ડિસેમ્બર ૧૯૩૨, મારા લેખ ‘પ્રાચીન ગુજરાતી સુભાષિતે ”)
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com