Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
પ્રાચીન ગુજરાતી વૃત્તરચનાઓ પૈકી ઘણું હજી અપ્રસિદ્ધ છે. છપાયેલી છે તે પણ જુદાં જુદાં માસિક-ત્રમાસિકની ફાઈમાં કે અન્યત્ર વેરવિખેર પડેલી છે, એટલે સુપ્રાપ્ય નથી. આથી એ મૂળ કૃતિઓના પ્રકારને, વસ્તુને, તેમાંના કાવ્યતત્ત્વ અને દોવિવિધ્યને પૂરતો પરિચય થાય એ હેતુથી આ નિબંધમાં અવતરણ જરા છૂટે હાથે આપ્યાં છે.
વૃત્તબંધે વિશે તાત્વિક ચર્ચા કરવાને પ્રસંગ આ નિબંધમાં ઉપસ્થિત થતું નથી, કેમકે ગૂજરાતી ભાષાના આરંભકાળની પૂર્વે સદીઓ થયાં ભારતીય સાહિત્યશાસ્ત્રમાં એ બંધ સુનિશ્ચિત બની ચૂક્યા હતા. ગૂજરાતી વૃત્તબંધ અને ઉચ્ચારણના આનુષંગિક પ્રશ્ન પર નિબંધના અંતે થોડીક સૂચનરૂપ ચર્ચા કરી છે, તે સંબંધી વિશેષ ઊહાપોહ કરવા વિદ્વાનને મારી વિનંતી છે.
પ્રાચીન ગૂજરાતી સાહિત્યની એક રસમય શાખાના અભ્યાસમાં એ સાહિત્યના રસિકોને આ નિબંધ સહાયભૂત થશે, એવી આશા છે. વળી મુંબઈ યુનિવર્સિટીએ એમ. એ. ના ગૂજરાતીના અભ્યાસક્રમમાં “રૂપસુન્દરકથા' ને પાઠથપુસ્તક તરીકે નિયત કરી છે, એટલે વિદ્યાર્થીઓને પણ તે કંઈકે ઉપયોગી થઈ પડશે, એમ માનું છું.
આ નિબંધ લખવાનું મને સુઝાડવા માટે હું પ્રે. અનંતરાય રાવળને આભારી છું. વળી તે તૈયાર કરવામાં પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ તથા મારા મિત્ર શ્રી. કેશવરામ શાસ્ત્રી તથા શ્રી. મધુસૂદન મેદી તરફથી જે કીમતી સહાય મળી હતી તે બદલ તેમને હું ઉપકાર માનું છું. અંતમાં, મારા આ નિબંધને પ્રસિદ્ધિ આપવા માટે આપણે સાહિત્યપોષક સંસ્થા ગૂજરાત વર્નાક્યુલર સોસાયટી પ્રત્યે પણ હું કૃતજ્ઞભાવ વ્યક્ત કરું છું.
અમદાવાદ રે
ભેગીલાલ જ, સાંડેસરા તા. ૨૮-૮-૧૯૪૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com