Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના સાહિત્યનો સંબંધ અવિનાભાવ જોડતા આવ્યા છીએ, એટલે વૃત્તરચનાની ઐતિહાસિક સફરનું વિધ્યાવલોકન આરંભતાં પ્રાકૃત સાહિત્યથી જ શરૂઆત કરીશું.
જૈન સૂત્રો પૈકી “આચારાંગ” અને “સૂત્રકૃતાંગમાં અનુટુપ, ત્રિપ્રુપ અને વૈતાલીયને વિપુલ પ્રમાણમાં પ્રયોગ છે. જૈન સાહિત્યને સૌથી વધુ પ્રચલિત છન્દ ગાથા છે, છતાં બીજાં અનેક સૂત્રોમાં ગાથાની સાથે અનુટુ૫ અને ઉપજાતિનો પ્રયોગ મોટા પ્રમાણમાં જેવામાં આવે છે.
- બીજી બાજુ બૌદ્ધ સાહિત્યમાં આર્યાને પ્રયોગ વિરલ છે. અતિપ્રાચીન સુત્તનિપાતમાં અનુષ્યપ, ત્રિષ્ટ્રપ, વૈતાલીય, ઈન્દ્રવંશા અને તે ઉપરાંત આ જ છન્દોની વિવિધ સંસૃષ્ટિમાં નજરે પડે છે. ધમ્મપદ' તે આખુંય ઉપજાતિ અને અનુષ્કપમાં છે. પ્રાકૃત સાહિત્યમાં અક્ષરમેળ છંદોનો પ્રાચીન અને તે સાથે વિપુલ પ્રયોગ જોવો હોય તેમણે પાલિ પિટકે તપાસવા જેવાં છે.
ત્યારપછીના પ્રાકૃત કાવ્યસાહિત્યમાં પણ વિમલસૂરિનું “પઉમચરિય માત્રામેળ સાથે અક્ષરમેળ વૃત્તોની ખૂબ વિવિધતા બતાવે છે. શાર્દૂલ, માલિની, વસતતિલકા, ઉપજાતિ, સ્ત્રગ્ધરા, કતવિલખિત, ઈન્દ્રવજા, દોધક, મન્દાક્રાન્તા, ઉપેન્દ્રવજા, ઈન્દ્રવંશા, તોટક, ચિરા, વિશWવિલ, શરભ ઇત્યાદિ પંદને તેમાં પ્રયોગ છે.
રાજશેખરના પ્રાકૃત “કપૂરમંજરીસટ્ટકમાં તથા શુદ્રકના મૃચ્છકટિક'ના પ્રાકૃત ભાગમાં પણ એમાંનાં ઘણું વૃત્તો વપરાયાં છે. કેવળ વિવિધતા જોવી હોય તો તે “પ્રાકૃતપિંગલ'નાં ઉદાહરણોમાં જોઈ શકાશે.
સ્પષ્ટ કરવાની જરૂર છે કે અહીં આપેલાં પ્રાત ગ્રન્થોનાં નામે તે માત્ર લાક્ષણિકતાનું દર્શન કરાવવા પૂરતાં જ છે. બાકી, પ્રાકૃત કાવ્યસાહિત્યમાં એ સંસ્કૃત વૃત્તોને પ્રવેગ એટલો વિપુલ છે કે એ બધા સાહિત્યનો નામનિર્દેશ કરવા માટે પણ કેટલાંક પૂછો જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com