Book Title: Prabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 8
________________ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક 5 પ્રભુ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ગુરુનો હોઈ શકે. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया । चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।। (Salutation to the noble Guru, who has opened the eyes blinded by darkness of ignorance with the collyrium-stick of knowledge.) એક જ્ઞાનમય ભક્તિ છે અને બીજી ભાવમય ભક્તિ છે, બંનેમાં ડૂબી જવાય છે, બંને અંતરને ભાવવિભોર કરી દે છે. જયારે ભક્ત ભક્તિગાનમાં ભાન ભૂલી જાય અને ત્યારે ગુરુ એ ભક્ત હૃદયને જગાડી, તેને સાધનાનો પથ દર્શાવે છે. ભાવથી જ્ઞાન તરફ અને જ્ઞાનમાં ભાવ, સમજ તરફ લઇ જાય તે ગુરુ. જીવનમાં અક્ષરમાં રહેલો સાવ અર્થ સમજાવે તે ગુરુ. શબ્દ સાથે પનારો પડયાં પછી એ શબ્દના અર્થનો સાક્ષાત્કાર કરાવનાર, શબ્દના અર્થને ઉઘાડવાની તાકાત નાર. ગુરુ અને ગ્રંથ જીવનને ઉજાળે છે અને જીવનને સ્પષ્ટ કરે. છે, જીવન અંગેના ભ્રમને દુર કરે છે, વિચારોની સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ મળે છે. પગને જમીન સાથે ટકાવી રાખે છે, આગળ વધતા અને વિકાસનો રસ્તો દર્શાવે છે. સફળતા અને નિષ્ફળતા કરતાં પણ વધુ મહત્વનો ઘણીવાર પ્રવાસ હોય છે. ગુરુ અને શિષ્યના પ્રવાસની જ કથા મહત્વની છે. ગુરુ સાક્ષાત સતત સાથે નથી હોતા, પરંતુ તેમનો સહવાસ શિષ્યમાં સતત અનુભવતો હોય છે, ગુરુ શિષ્યને અડચણના સમયે સ્થિર રાખે છે, શિષ્યની ચેતનાને જાગૃત રાખી વિચલિત થતાં રોકે છે, મારી સાહિત્યિક સૂઝ જીવતી રાખનાર સિતાંશુ યશશ્ચંદ્ર – મારા દાદા-ગુરુ માત્ર મને રસ્તો નથી ચીંધતા પરંતુ મારી એમના પ્રત્યેનો આદર મને સતત જાગૃત રાખે છે અને મને ગુણવત્તાવિહીન કાર્ય કરતાં રોકે છે, મન તરત જ પૂછે છે કે શું મારા આ કામ વિશે ગુરુને જાણ થશે તો શું ગુરુ મને પૂછશે નહીં, કે તે આમ કેમ કર્યું બસ, આજ સાચો ગુરુ છે જે શિષ્યની સંચેતનને જાગૃત રાખે છે. શિષ્યને કપરા સંજોગોમાં સ્થિર રાખે છે. ? . જ્ઞાનગુરુ અને સામાજિક ગુરુ બંને જીવનમાં મહત્વનાં છે. એક સંસ્થાનો અનુભવ આપે છે, બીજા જગતનો. જીવનમાં માતા-પિતા પણ ગુરુ હોય છે. જયારે ક્યારેક મિત્ર પણ ગુરુની ભૂમિકા ભજવી જાય છે, પણ ‘ગુરુ’ મોક્ષના માર્ગ સુધી હાથ ઝાલે છે, ધર્મ અને કર્મના માર્ગની દીવાદાંડી બને છે. આજે ભૌતિક સમાજમાં અનેક આકર્ષણો રહ્યા છે, ક્યારેક મન તો ક્યારેક જરૂરીયાત મનને ડગાવે છે, પણ જે બચાવે છે તે છે અંદરનું સત્વ. બહું મહત્વ છે યોગ્ય પસંદગીનું. ભારતમાં ધર્મગુરુનું આગવું મહત્વ રહ્યું છે. ધર્મનો સંબંધ સંસ્કૃતિ અને મુલ્ય સાથે છે. જે મનુષ્યની અંદર શ્રધ્ધાનું સિંચન કરે છે. જીવનમાં શ્રધ્ધા ટકાવી રાખે છે. જીવનમાં અનેક સંઘર્ષોની વચ્ચે આ શ્રધ્ધા જ મનુષ્યને બળ આપે છે. ભારતમાં ગુરુનું મહાત્મ્ય પહેલેથી જ રહ્યું છે. ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને છે જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે. "If all the land were turned to paper and all the sous turned into the ink and all the forests into pens to write with, they would still not suffice to describe the greatness of Guru.” કહેવામાં શિષ્યને ગુરુ તરફથી જે આપવામાં આવે છે તેને ગુરુદીક્ષા કહેવામાં આવે છે. તે દીક્ષાના જુદાજુદા પ્રકારો છે. ગુરુ પોતાના સંકલ્પથી જે દીક્ષા આપે છે તેને સંકલ્પદીક્ષા આવે છે. ગુરુ સ્પર્શ દ્વારા આશીર્વાદ આપીને જે દીક્ષા છે તેને સ્પર્શદીક્ષાનું નામ આપવામાં આવે છે ને મંત્ર આપીને જે દીક્ષા આપે છે તે મંત્રદીક્ષા કહેવાય છે. ગુરુ દ્રષ્ટિપાતથી પણ દીક્ષા આપે છે. ગુરુદીક્ષામાં ઘણી શક્તિ સમાયેલી છે. આપે ગુરુ એટલે ઘોર અંધકારમાં ઝળહળતો પ્રકાશ. અંધારા ઓરડામાં માસનાં હાથ ભીત પર ફરતાં રહે અને માણસ પોતાના સામેના અંધકારને હાથથી હલાવતો દુર કરવાનો પ્રયત્ન કરે, પરંતુ હાથથી એ અંધકાર દુર નથી થઇ શકતો, હાથથી તે માત્ર સામેના વિઘ્નને દુર કરવાનો પ્રયત્ન કરે છે. ગુરુ, એ હાથને ઝાલી પ્રકાશ સુધી લઇ જાય છે, ગુરુ અંધારામાં શોધતા/ફંગોળતા એ હાથને દરવાજા સુધી લઇ જાય છે. +++++ + ભારતીય સંગીત પ્રાચીનકાળથી ભારતમાં ઉદ્દભવેલું અને વિકસીત થયેલું એક સંગીત છે. આ સંગીતના મૂળ સ્રોત વેદોને માનવામાં આવે છે. ભારતીય પરંપરામાં એવું માનવામાં આવે છે કે બ્રહ્માએ નારદ મુનિને સંગીત વરદાનમાં આપ્યું હતું. વૈદિકકાળમાં સામવેદના મંત્રોનો ઉચ્ચાર તે સમયના વૈદિક સપ્તક અથવા સામગાન મુજબ સાતેય સ્વરોના પ્રયોગ 5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક !; ઓગસ્ટ – ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક * પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 136