Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 8
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૫-૭૬. મેળવે, એમની બુદ્ધિ ખૂબ વિચક્ષણ, પણ સંસ્કૃત તેમને આવડે નહિ. સંસ્કૃતનાં રૂપાખ્યાન ગાખવા ગમે નહિ તેથી એ વિષય તરફ તેમને કંટાળો ઉપજો. પરિણામે, મેટ્રિકની પરીક્ષામાં બધા વિષયમાં ખૂબ સારા ગુણ મેળવ્યા. માત્ર સંસ્કૃતને લીધે નાપાસ થયા. બીજે વર્ષે એમના એક કોઠાસૂઝથી શિક્ષણ જાણનાર હિતેચ્છુએ મણિલાલને સંસ્કૃત શીખવવાનું કામ માથે લીધું. મણિલાલની સાહિત્યભિરુચિથી તે પરિચિત હતા. એટલે સંસ્કૃત ભાષાના સુંદર કાવ્યમય શ્લોકો આદિનું ગુજરાતી કરી તેના તરફ વાળ્યા, વ્યાકરણ પ્રથમ શીખવ્યું જ નહિ. થોડા સમય પછી મણિલાલને સંસ્કૃત સાહિત્યના સૌંદર્ય તરફ અભિરુચિ ઉત્પન્ન થઈ, ત્યાર પછી સંસ્કૃત ભાષાના શ્લોકો સમજાવતાં સમજાવતાં વ્યાકરણ શીખવતા ગયા. પરિણામે તે વર્ષે મેટ્રિકની પરીક્ષામાં મણિલાલ સંસ્કૃતમાં સર્વપ્રથમ આવ્યા ને પાછળથી સંસ્કૃતના સુપ્રસિદ્ધ અધ્યાપક બન્યા. આઈન્સ્ટાઈનને પણ સૌથી પ્રથમ પરિચિતતાથી અપરિચિતતાના સિદ્ધાંતની પદ્ધતિથી કાકાએ ગણિત શીખવ્યું ને જગતના અનન્ય પ્રકારના ગણિતશાસ્ત્રી બનાવી દીધા ! આઈન્સ્ટાઈન મેડા બેલવા શીખ્યા, અક્રિય જેવા લાગતા તેથી તેમનાં માબાપ આવો મંદબુદ્ધિ પુત્ર આવ્યો તેને દુર્ભાગ્ય ગણતાં હતા. મણિલાલ કે આઈન્સ્ટાઈનને આવા શિક્ષકો ન મળ્યા હતા તે તેમની પ્રજ્ઞા અણવિકસિત કદાચ રહી હોત. ખરા શિક્ષકને અભાવે ઘણાંની પ્રજ્ઞા વિકસી શકી નહિ હોય. - શિક્ષણની પદ્ધતિમાં આ સિદ્ધાંતનું કેટલું મહત્ત્વ છે તેનું એક ઉદાહરણ મને યાદ આવે છે. રૂઈયા કોલેજમાં હું પ્રોફેસર હત ને હોસ્ટેલને ગૃહપતિ હતા ત્યારે એક વિદ્યાર્થી માંડ માંડ ત્રીજા વર્ગમાં પાસ થતો થતો. બી. એસ. સી. થયા. પછી થોડા દિવસ પછી મારી પાસે આવી ઉચ્ચ અભ્યાસ માટે પોતે જર્મની જવા ઈચ્છે છે એમ કહ્યું. મેં કુદરતી રીતે જ તેને કહ્યું, “તું સાવ સામાન્ય, કદાચ એથી પણ નીચી કક્ષાને વિદ્યાર્થી, પરદેશમાં ભણી કઈ સિદ્ધિ લાવીશ. શા માટે નાહકના પૈસા ખર્ચે છે?” પિતાજીની ઈચ્છા છે ને હું પણ ઉત્સુક છું એટલે જર્મની જઈ રસાયનશાસ્ત્ર વિશેષ અભ્યાસ કરવા જવું છે એવો તેણે જવાબ આપ્યો ને જર્મની ગયો. પાંચેક વર્ષે મેં જાણ્યું કે એ ત્યાં જઈ રસાયનવિઘામાં ઉત્તમ પ્રકારને સંશોધક બને છે. પછી એક કારખાનામાં મેનેજર બન્ય તે પણ સાંભળ્યું. સામાન્ય કક્ષામાં પણ માંડ માંડ મૂકી શકાય તેવા વિદ્યાર્થી આવી સિદ્ધિ મેળવે તે મને માનવામાં ન આવ્યું. ત્યાર પછી એકાદ વર્ષે ભારત આવ્યો ને મને મળવા આવ્યો. મેં તેને નિખાલસ ભાવે આવી ન સમજાય તેવી સિદ્ધિ કઈ રીતે મેળવી એ મને ન કળાતે પ્રશ્ન પૂછયો. તેને જવાબ શૈક્ષણિક દષ્ટિએ અર્થદર્શક હતા, “સાહેબ, અહીં પડીમાંએમાં બધાં સિદ્ધાંત ને સૂત્રો વાંચતે પણ મને તેની ખાસ સમજણ ન પડતી, યાદ રાખતો. પરીક્ષામાં પાસ થતે પણ એ વિષયમાં કશી સૂઝ નહોતી. જર્મનીમાં પ્રથમ કારખાનામાં કામ કરવું એ શિક્ષણપદ્ધતિમાં અનિવાર્ય છે. કારખાનામાં અનેક રસાયનેની પ્રક્રિયા નિહાળવામાં મને ઊંડો રસ પડયો. પછી પુસ્તકોમાંથી એ વિદ્યાના મૂળતત્ત્વો વાંચતે. મારા ચિત્તમાં અણકો પ્રકાશ પડ, કોણ જાણે કેમ મેં કચ્યું નહોતું એવા એ વિદ્યાનાં તમાં રસ પડવા લાગે ને અવનવી શોધ કરી શકશે. અત્યારે હું ત્યાં રસાયનના કારખાનામાં મેનેજર છું. ત્યાં મારું ઘર છે ને જર્મન યુવતીને પરણ્યો છું. હું ખીલી નીકળ્યું તેને યશ ત્યાંની શિક્ષણપદ્ધતિને છે એમ હું માનું છું આપણી શિક્ષણપદ્ધતિમાં પ્રથમ સિદ્ધાંતિ ને તેને અંગેની વિચારણા છે. પછી કાર્યાનુભવ લેવાનું હોય છે. આપણી શિક્ષણ પદ્ધતિમાં આ દષ્ટિએ ઘણે ફેરફાર થવો જરૂરી છે. ટૂંકમાં આપણી શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીની પ્રશિકિતને શેધી કાઢી તેને ગ્ય અવકાશ મળે તેવી રીતે શીખવવાની પદ્ધતિ અપનાવાય તેની જરૂર છે. અલબત્ત, આ બધામાં વિદ્યાર્થીની કુદરતી અભિરુચિ ને શકિતને અનુરૂપ વિદ્યાશાખામાં તે જાય એ પણ મહત્ત્વને જ પ્રશ્ન છે. દરેક વ્યકિતમાં ચેતનબીજ હોય છે, તેમાં દિવ્ય શકિતને અંશ રહ્યો હોય છે. દરેક વ્યકિતમાં તેનું નિ જનું કશુંક હોય છે. તેની ગમે તેટલી મર્યાદિત ક્ષેત્રમાં વિશેષ શકિત હોય તેને પૂર્ણ રીતે પ્રકટ કરવાની તક આપણે શિક્ષણદ્વારા કરી આપવી જોઈએ. જાણે કે ઈશ્વર એને કહે છે, “તને આ શકિત આપી તે પ્રકટાવ અથવા ફેંકી દે. આપણે તે પ્રક્ટાવી શકે ને ફેંકી દે તેવી અનુકુળતા શિક્ષણદ્વારા કરી આપવી જોઈએ કેળવણીના પ્રથમ પાન અંગે બાળકની કેળવણી સવગી, બને તે વસ્તુને કેન્દ્રમાં રાખવી જોઈએ. બાળકને શારીરિક મહેનત કરવામાં કેટલો રસ હોય છે તે તેના બાલ્યકાળમાં નિહાળી શકાય છે. મેટાંઓએ ને સમાજે કામકાર્યને નીચે દરજજો ગણ્ય હોય છે, એટલે બાળક હળવે હળવે તે મૂલ સ્વીકારતો થઈ જાય છે. | શિક્ષણ એટલે માત્ર બૌ[ ક શિક્ષણ એ સંકુચિત અર્થ તે કે સ્વીકાર થઈ જાય છે. અત્યારના શિક્ષણચિતકો કાર્યાનુભવ (work experience)ને શિક્ષણને અંતરંગ ભાગ ગણે છે. આપણી માત નવી પદ્ધતિમાં તેને સ્થાન મળ્યું છે, પણ માત્ર ઉપરચેટિયું. કેટલુંક અભ્યાસક્રમના સન્થમાં રહે છે, તેને અમલ થતું નથી. ‘નઈ તાલીમ'ને ગાંધીજીને તત્વવિચાર કાર્યાનુભવ’ને નામે પુનર્જન્મ પામ્યો છે એમ કહી શકાય. આ સ્વતંત્ર વિષય હોવાથી માત્ર તેને ઉલ્લેખ જ કરું છું. ' સાચી કેળવણીમાં આચરણ એટલે કે ચારિત્ર્યઘડતરનું અનન્ય સ્થાને હોવું જોઈએ. કેળવણી, અને તે જીવનની મધુરતા માટે છે, જીવનની સાર્થકતા માટે છે. બાળક ઘરમાં માતાપિતાનું આચરણ મુગ્ધ ભાવે નિહાળે છે, નિશાળમાં શિક્ષકનું એ દષ્ટિએ નિરીક્ષણ કરે છે, સમાજ કે રાષ્ટ્રમાં પ્રતિષ્ઠિત ને આદરણીય વ્ય| કિતઓના આચરણમાંથી પ્રેરણા લે છે. ચારિત્રઘડતર માટે અભ્યાસક્રમમાં ભાગ્યે જ કશુંક મળે તેવું હોય છે. ચારિત્ર્યનાં મૂલ્યો વિષેની સમજણ કે કેળવણીને આજની શિક્ષણસંસ્થાઓમાં ખાસ સ્થાન ન હોવાથી અત્યંત તેજસ્વી બૌદ્ધિક શિક્ષણ મેળવ્યાં છતાં, ઉચ્ચ પ્રકારની આર્થિક પ્રાપ્તિવાળી કારકિર્દી પ્રાપ્ત ક્યાં છતાં, વ્યકિત પોતાના જીવનની મીઠાશ કે પ્રસન્નતા અનુભવી શકતી નથી એ કેવી કરુણા છે ! વિજ્ઞાને જીવનની અગાધ શકિત ને ઝડપ વધારી છે, પણ કઈ દિશામાં એ શકિત અને ગતિને ઉપયોગ કરો તે શીખવ્યું નથી. પરિણામે, આવી વૈજ્ઞાનિક સિી એ માનવીએ મેળવ્યા પછી જગતમાં મધુરતા કે શાન્તિ દેખાતાં નથી. ખરી કેળવણીમાં ને તેના પ્રથમ પાન વખતે ચારિત્ર્ય ઘડતર અંગેના વિચાર ઊંડાણથી, કરવા ઘટે છે. સમગ્ર રીતે જોતાં, સાચી કેળવણીનું સનાતન માધ્યમ પ્રેમ છે એમ હું માનું છું -- કારણકે આચરણ કરવા માટે પ્રેમ એ પ્રેરક બળ છે; વિદ્યા પામવા માટે પણ શિક્ષકમાં વિદ્યાર્થી માટે પ્રેમ ને સમભાવ જ કાર્યપ્રેરક બને છે. - અમૃતલાલ યાજ્ઞિક સ્વ. પરમાનંદભાઈની પાંચમી પુણ્યતિથિએ શનિવાર, તા. ૧૭-૪-૭૬ ના રોજ સ્વ. પરમાનંદભાઈની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સંઘના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં, પંડિત ઓમકારનાથ ઠાકુરના શિષ્યા શ્રીમતી શ્યામમિત્રાનું કીર્તન રાખવામાં આવ્યું હતું. સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ તેમજ શ્રી. કે. પી. શાહે સ્વ. પરમાનંદભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. , શ્રીમતી શ્યામા મિત્રાએ આખ્યાન પદ્ધતિનું પ્રવચન, કીર્તન સાથે સવા કલાક સુધી કર્યું હતું. અને હાજર શ્રોતાઓ સ્વ. પરમાનંદભાઈની સ્મૃતિ તાજી કરતા પ્રસન્ન વાતાવરણમાં છૂટા પડયા હતા.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 160