Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 7
________________ તા. ૧-૫-૭૬ * પ્રબુદ્ધ જીવન કેળવણીનું પ્રથમ (સંઘ આયોજિત અભ્યાસ - વર્તુળની છઠ્ઠી સભા ગુરુવાર તા. ૧૫-૪-૭૬ નારોજ સાંજના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળી હતી. આ વખતે વ્યાખ્યાતા તરીકે મીઠીબાઈ કાલેજના પ્રિન્સિપાલ શ્રી અમૃતલાલ યાજ્ઞિકને બેલાવ્યા હતા. ઉપરોકત વિષય ઉપર સુંદર વાર્તાલાપ કર્યો હતો. શ્રી સુબોધભાઈ એમ. શાહે પ્રથમ આવકાર આપ્યો હતો અને વ્યાખ્યાનને અંતે શ્રી ચીમનલાલ જે. શાહે આભારદર્શન કર્યું હતું. આ વાર્તાલાપ નીચે પ્રગટ કરવામાં આવે છે. ત ંત્રી) કેળવણી એ વૃક્ષ છે. વૃક્ષ બહાર દેખાય છે, પણ તેનાં મૂળિયાં ધરતીમાં હાય છે. વૃક્ષના વિકાસ ને વૃદ્ધિનો આધાર ધરતીની ફળદ્ર પતા અને અંદરથી અને બહારથી મૂળિયાંદ્રારા ચૂસાતા રસ ઉપર રહે છે, બાળક જયારે જન્મે છે, ત્યારે આસપાસના વિશ્વને તે કેવી જિજ્ઞાસાથી મુગ્ધતાથી, આનંદ અને ઉમંગથી નિહાળે છે ને સમજવા ઈચ્છે છે ! તેની આ દષ્ટિમાં કેળવણીની ઉત્સુકતા ને ઝંખનાનું દર્શન કરી શકાય છે. કેળવણીનું પ્રથમ પાન આ અવસ્થાએ શરૂ થાય છે, હળવે હળવે એ જગતને પિછાનવા ઈચ્છે છે, ત્યારે માબાપ તેના પ્રથમ શિક્ષક હોય છે. બાળક કુદરત પાસેથી ચંતનશકિતનાં બીજ લઈને આવે છે એ વસ્તુ માબાપે અને શિક્ષકે લક્ષમાં રાખવી ઘટે છે. માનવચિત્ત એ વિકાસનું તેમજ કેળવણીનું મુખ્યને પ્રબળ સાધન છે. એટલે કે કેળવણીનો ખરો પાયો માનવચિત્તની સમજણ પર રહ્યો છે—પછી કેળવણી લેનાર બાળક હોય, કિશોર હોય, યુવાન હાય કે પુખ્ત ઉંમરની વ્યકિત હાય. વિદ્યાભ્યાસ માટેની કોઈ પણ શિક્ષણપદ્ધતિ માનવચિત્તની વઋણના કરી શકે નહિ. કેળવણીકાર મૂતિકારની માફક જડ વસ્તુને કંડારવાની હોતી નથી, પણ અને તે અત્યંત સૂક્ષ્મ ને સંવેદનશીલ ચિત્તની સાથે સંબંધ છે. દરેક શિક્ષક શિક્ષણકાર્ય કરતી વખતે આનો ખ્યાલ રાખે તેનું કાર્ય સાર્થક બને. કેળવણીનું પ્રથમ સેાપાન સ્વાભાવિક રીતે પૂર્વ-પ્રાથમિક ને પ્રાથમિક શિક્ષણથી શરૂ થાય છે, અલબત્ત ઔપચારિક રીતે. આ વખતે બાળકનાં રસને રુચિ જાગૃત કરવા ને પેાષવા તરફ વિશેષ ધ્યાન આપવું આવશ્યક છે. પાઠયપુસ્તકની રચના પણ દષ્ટિએ જ થવી જોઈએ. આ નાના બાળકનાં ચિત્તમાં ગોપવાયેલી શકિતનું ઝરણુ” નિરંતર વહેતું હોય છે. તેને બહાર વહેતું કરવા માટે શિક્ષકે પોતાનું કૌશલ દાખવવાનું હાય છે. વચ્ચે નડતા અંતરાયાને કેમ દૂર કરવા તેની તેનામાં આવડત હોવી જોઈએ. બાળકનો સ્મૃતિભંડાર ખૂબ સમૃદ્ધ હાય છે. તેના સદંપયોગ બરાબર રીતે થાય તે માટે શિક્ષકે જાગૃત રહેવું જોઈએ. બાળક વિશેની આટલી પશ્ચાદભૂમિકા શિક્ષક પાસે હાવી જરૂરી છે. અક્ષરજ્ઞાન એ કેળવણીનું માધ્યમ છે એ હકીકત સ્પષ્ટ સમજી લેવી ઘટે છે. બાળક માત્ર પાઠ વાંચે, ગીત ગાય અને આ બધું કંઠસ્થ કરે ને પરીક્ષા વખતેં યાદદાસ્તદ્નારા તેને રજૂ કરે તે ખરી કેળવણી નથી. પાઠ વાંચે ત્યારે પાઠમાં જે વિદ્યાવસ્તુ કહી છે તેને તે સમજે છે કે કેમ, તે ઉપર તે પાતે વિચાર કરી શકે છે કે કેમ તેનું નિરીક્ષણ શિક્ષકે કરવું જોઈએ. બાળકનું ચિત્ત સક્રિય રીતે સમજનું થાય તેમ કરવું જોઈએ. કેળવણીના પ્રથમ સેાપાનમાં જો આ ટેવ ન પડે તો માત્ર સ્થૂળ હકીકને યાદ રાખવાની આદત પડી જાય છે. કેળવણીદ્રારા બાળકના ચિત્તને કેળવી તે ભાવનારસૃષ્ટિમાં પ્રવેશી તેને સાચા આનંદ મેળવે તેમ જ વિચારશકિત કેળવાય નું તાર્કિક રીતે પાતે વિચારી શકે છે તેનો આનંદ અનુભવે ત્યારે વિદ્યાર્થીને કેળવણી મળી કહેવાય. આપણા રાષ્ટ્રગીતને આ દષ્ટિએ ર સાપાન વિચાર કરીશું તો કહેવાનો મર્મ સ્પષ્ટ થશે. રાષ્ટ્રગીત લગભગ કંઠસ્થ હોય છે, સુંદર ભાવવાહી રીતે તેનું ગાન, પણ કરાય છે છતાં તેને ભાવ કેટલા સમજે છે ને અનુભવે છે ? પેપટિયા ઉચ્ચારણને કેળવણી ન કહેવાય એ કહેવાની જરૂર છે ? એવી જ રીતે વાર્તાને માત્ર વાર્તામાં રસમય પ્રસંગો વાંચીને યાદ રાખવામાં સાચું શિક્ષણ મળતું નથી. રામનારાયણ પાઠકની ‘ખેમી’ નામની વાર્તા વાંચી હાય, પ્રશ્ન પૂછીએ તો પ્રસંગા રજૂ કરતાં પણ આવડતા હોય છતાં યે વિદ્યાર્થી વાર્તા સમજે છે એમ ન કહેવાય. વાર્તાદ્ગારા જો એ એમ સમજી શકે કે પ્રેમ એ માત્ર ભદ્ર લોકો કે શિક્ષિત લોકોનો ઈજારો નથી, ગરીબ, પછાત ગણાતા વર્ગના લોકોમાં પણ પ્રેમભાવનાના સૌંદર્યનું દર્શન થાય છે એ આ વાર્તાનો મર્મ છે, તે એનું શિક્ષણ સાર્થક થયું કહેવાય. આ રીતે અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, વિજ્ઞાન આદિ વિષયોને માત્ર યાદ રાખીને પરીક્ષામાં રજુ કરવાની આવડત હોય તે સારી રીતે પરીક્ષામાં પાસ થઈ ઊંચા ગુણા મેળવે તે યે તેને કેળવણી ન કહેવાય. જીવનની સાથે શિક્ષણના અનુબંધ કરતાં આવડે ત્યારે ખરી કેળવણી મેળવી ગણાય. * આ માટે યાદ રાખવું ઘટે છે કે કેળવણીના પ્રથમ સિદ્ધિાંત જ એ છે કે સાચા શિક્ષક એ માત્ર શિક્ષણ આપનાર કે શિક્ષણ કાર્યના શ્રામ ઉપર નજર રાખનાર મુકાદમ નથી. શિક્ષક તા વિદ્યાર્થીનો સહાયક અને માર્ગદર્શક છે. તેનું કાર્ય સૂચના કરવાનું છે, જ્ઞાનનો બોજો લાદવાનું નથી. જ્ઞાનનું સાધન ચિત્ત છે એટલે શિક્ષક ાનના સાધનને સુસજજ કરવાનું દર્શાવે છે અને શાનસાધનની પ્રક્રિયા દર્શાવી તેને તે માટે ઉત્તેજન આપે છે. શિક્ષક જ્ઞાન આપતા નથી, વિદ્યાર્થી પાતે જ્ઞાન કેમ મેળવી શકે એ બતાવે છે. આપણી અંદર જ્ઞાન કર્યાં રહેલું છે તે દર્શાવી તેને બહાર કેમ લવાય એ શીખવે છે. સાચી કેળવણી માટેના આ એક જ સંગીન સિદ્ધાંત છે. આ સિદ્ધાંત પ્રાથમિક કેળવણીથી માંડીને ઉચ્ચ કેળવણી સુધી લાગુ પડે છે. અલબત્ત ઉંમરના ભેદ એ તે વિદ્યાર્થીને કેટલી સહાય કે કેટલા માર્ગદર્શનની જરૂર છે તે માટેનો ખ્યાલ આપે છે. તે પ્રમાણે સહાય કે માર્ગદર્શનનું પ્રમાણ વધતું ઓછું કરી શકાય. પરંતુ કેળવણીની કુદરતી રીત તે ચિત્તની કેળવણી જ છે. કેળવણીના પ્રથમ સેાપાનના એક બીજો સિદ્ધાંત પણ યાદ રાખવા જરૂરી છે. શિક્ષણની પદ્ધતિમાં પરિચિતતાથી અપરિચિતતા તરફ જવું, મૂર્તમાંથી અમૂર્ત તરફ જવું એ પણ પાયાના જ સિદ્ધાંત છે. જે વસ્તુથી આપણે પરિચિત હોઈએ, જે વસ્તુ આપણે ચક્ષુન્દ્રિયથી જોઈ શકીએ તે સમજવામાં મુશ્કેલી પડતી નથી. એટલે સૂક્ષ્મ કે તાત્ત્વિક વિચારણા સમજાવવા માટે પરિચિત વસ્તુના ઉદાહરણથી અમૂર્ત વિચાર સમજાવવા સહેલા થઈ પડે છે. ગણિતશાસ્ત્રમાં અમૂર્ત વિચારણા પ્રધાનપણે હોય છે એટલે ગણિત સમજવા માટે પરિચિત ઉદાહરણા દ્રારા ગાણિતિક વિચારણા સમજાવવાની પદ્ધતિ કાર્યક્ષમ નીવડે છે બીજગણિતનાં સૂત્ર કે ભૂમિતિના પ્રમેયા આપણે યાદ રાખીએ, પરીક્ષામાં સાચા લખી આવીએ ને સારા ગુણા મેળવીએ તોયે તે વિષય આપણે શીખ્યા છીએ એમ ન કહેવાય. પરંતુ એ સૂત્રેા કઈ રીતે વ્યુત્પન્ન થયાં છે, એનાથી ક્યા પ્રકારની સરળતા જીવન વ્યવહારમાં આવે છે તે જયારે સમજાય ત્યારે જ એ વિષય સમજાયો ગણાય. આ સિદ્ધાંતનું હાર્દ સમજવા માટે મણિલાલ નભુભાઈનું ઉદાહરણ બસ થશે. બધા વિષયમાં મણિલાલ પ્રથમ કોટિના ગુણા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 160