Book Title: Pitano Putra Pratye Updesh Author(s): Shravak Bhimsinh Manek Publisher: Shravak Bhimsinh Manek View full book textPage 6
________________ આ પત્રોની અસર શ્રીયુત મૂલવી સાહેબના પુત્ર ઉપર એવી તે સુંદર થઈ છે કે તેઓ આજે બારીસ્ટર ઍટ-લની પરીક્ષા સાથે બીજી પણ વિદ્યાની શાખામાં બહુ ફત્તેહમંદીથી પાર ઉતર્યા છે. આ સર્વ પ્રતાપ તેમના પિતાના પત્રોનેજ હતો અને છે એમ સૈ કેઈ સ્વીકારે છે. અમે ગુજરાતી ભાષા વાંચનારા વિદ્યાથીઓ પાસે તેને અનુવાદ રજુ કરીએ છીએ, અને આશા રાખીએ છીએ કે તેઓ પણ શ્રીયુત મલવી સાહેબના પુત્રની માફક તેને લાભ ઉઠાવશે. આપણુ ગુજરાતી સાહિત્યમાં નવયુવકોને ઉત્સાહિત કરે અને સચ્ચરિત્રના માર્ગે દોરે એવાં પુસ્તકને પ્રાય: અભાવ છે. તેવા વખતમાં આ નાનું, પણ સારગર્ભિત પુસ્તક જે કેળવણીખાતાના અધિકારીઓ તરફથી આદર પામશે તે અમે અમારે શ્રમ સાર્થક થયે માનીશું. દરેક પાઠશાળા, કુલ તથા બૉડીંગના હિતૈષી વ્યવસ્થાપકે આ પુસ્તક જે બાળવિદ્યાથીઓના હાથમાં મૂકશે તે પણ બહુ ઉપકારક થઈ પડશે. આ પુસ્તકના વાંચનથી તથા અભ્યાસથી બાળકોનું ચારિત્ર તથા જીવન ઘણું ઉજજવળ બનવાને જે સંપૂર્ણ સંભવ અમે ધરાવીએ છીએ તે ફળીભૂત હે, એજ એક અમારી પ્રાર્થના છે. લી. પ્રકાશક, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56