Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 35
________________ એ ઠીક નથી, માટે ગમે તેમ કરીને લંડન પહોંચી જઉં તે કાંઈક રસ્તો મળી આવે. લંડન જેવા મોટા શહેરમાં કોઈ સ્થળે નેકરી મળી જશે તે કાકાને હું જે ભારભૂત થઈ પડે છું તે પણ દૂર થશે; અને ઈશ્વરકૃપાએ જે કોઈ સારી નોકરી મળી જશે તે ધીમે ધીમે હોટે શ્રીમંત પણ બની જઈ શકીશ.” આ દ્રઢ નિશ્ચય કરી, પોતાના કપડાની પિટલી પીઠ ઉપર ઉંચકી, તે પગરસ્તે લંડન ભણી ચાલવા લાગ્યું. અનેક દિવસે માંડ માંડ લંડનની પાસે પહોં એ, અને આટલા દિવસની મુસાફરીથી કંટાળેલો હોવાથી એક સડકની ધાર ઉપર બેઠે. શહેરના દરવાજા પાસે એક દેવળ હતું, તેમાં પ્રાર્થનાનો ઘંટ વાગવા માંડે. આ ઘંટને ઇવનિ સાંભળતાં જ તેને મનમાં એમ થવા લાગ્યું કે –“આ ઘંટવનિ મને કેવું મધુર આમંત્રણ આપે છે? જાણે આ ઘંટને અવાજ મને આદર પૂર્વક બેલાવે છે, અને કહે છે કે, પધારે, મી. રીચર્ડ ! આ અને લંડનમાં એક અમીર બને.” મનુષ્ય પોતાના હૃદયમાં જેવા વિચારોને સેવે છે, તેવાજ પ્રતિધ્વનિઓ તે સર્વત્ર સાંભળે છે. જે તમે જ્ઞાનપ્રાપ્તિના વિચારમાં મશગુલ રહ્યા કરશો તે જગને પ્રત્યેક પદાર્થ તમને તે જ્ઞાનપ્રાપ્તિના પ્રતિધ્વનિ રૂપે જ પ્રતીત થશે. કવિઓ તથા રસવેત્તાઓ પક્ષીઓના કલરવ, તથા ઉપવનની ૨ા યતાને અનુભવ કરી પ્રેમ અને રસથી દ્રવવા લાગે છે, તેનું કારણ તેમનું અંત:કરણ જ હોય છે. તે નિર્મળ અંતઃકરણ સર્વત્ર નિર્મળતા–રમણીયતા તથા સુંદરતાને જ અનુભવે છે. જગત્ની શુદ્ર ઘટનાઓ તેમને કાંઈ નવું જ શીક્ષણ અને ન જ રસ આપે છે. મી. રીચડ જે વેળા ભાવીના મધુર સ્વને અનુભવતો હતો તે જ વખતે તેને પિતાની નિર્ધનતાનું સ્મરણ થઈ આવ્યું. તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56