________________
૩૨ પત્ર અગીયારમે.
પcs મહી રા વ્હાલા પુત્ર, મેં હજી હમણાં જ “વર્તમાન
= પત્રમાં એક છોકરાનું વૃત્તાંત વાંચ્યું છે. એ વૃત્તાંત
ની બહુ શિક્ષણીય તથા અનુકરણીય અશથી ભરપૂર Sી હોવાથી આજે હું તે તરફ તમારું લક્ષ ખેંચવા
માંગું છું. મને આશા છે કે તે બાળકના જીવનમાંથી તમને કાંઈક શિક્ષણ મળ્યા વિના રહેશે નહીં. આ વૃત્તાંત નીચે પ્રમાણે છે–
લગભગ ૪૦૦ વર્ષ ઉપર ઈગ્લાંડમાં હેનરી ચેથાના રાજ્યમાં એક બાળક રહેતું હતું. તેના માબાપ નાની વયમાં તેને મુકીને મરી ગયા હેવાથી, તે પિતાના કાકાને ત્યાં એક નાના ગામડામાં રહેતા હતું. તે બાળકનું નામ રીચર્ડ વેલીંગ્ટન હતું. તેને કાકે પણ બહુ ગરીબ હતે. નિર્ધનતાને લીધે તે બાળકને પૂરું ખાવાનું તથા પૂરા વસ્ત્ર પણ પહેરવાને મળતાં નહોતાં. ભણવાની કે અભ્યાસ કરવાની સગવડ તો હોય જ કયાંથી? ભણવાને માટે જે પુસ્તકે કે કાગળ પત્રે જોઈએ તે તેની પાસે બીલકુલ નહેતું. પરંતુ તે બાળક બાલ્યાવસ્થામાંથી જ બહુ સુશીલ હતા, અને ઘરમાં રહીને પોતાની મેળે જેટલું ભણી શકાય તેટલું ભણવાનો પ્રયત્ન કરતા. ભણવા અને વાંચવા સિવાય તેને બીજું કઈ જાતનું વ્યસન કે શોખ નહે. રમતીયાળ છોકરાઓ પ્રત્યે તેને મૂળથી જ તિરસ્કાર હતું, તેથી તે એકલો ઘરના ખૂણામાં બેસી નિરંતર ભણ્યા કરતે. ધીમે ધીમે તે પુસ્તકો વાંચવા જેટલી ઉન્નતિએ પહોંચે. જ્યારે તે ૧૫ વર્ષને થયો ત્યારે તેને વિચાર આવ્યું કે “ હવે અહીંઆ પડ્યા રહેવું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org