________________
૩૮
દીધી. મી. રીચર્ડની સત્યનિષ્ઠા તથા પ્રમાણિકતા વિષે શહેરમાં એટલી બધી ચર્ચા થવા લાગી કે તેની કીર્તિ છેવટે બાદશાહની રાજસભા પર્યત પહોંચી વળી. આદશાહ આ વાત સાંભળી બહુ પ્રસન્ન થયે, અને મી. રીચર્ડ લોર્ડ મેયર ઑફ લંડન (Lord mayor of London) ના ઉચ્ચ પ્રતિષ્ઠિત પદ ઉપર નીમવાને ઠરાવ જાહેર કર્યો. આ સન્માન રીચને માટે કાંઈ ઓછું ગણી શકાય નહીં. એક નિર્ધન મનુષ્ય મહેનત, સત્યનિષ્ઠા તથા પ્રમાણિતાને લીધે કેટલી ઉન્નતિ કરી શકે છે, તેનું આ દષ્ટાંત ખાસ કરીને હૃદયમાં અંકિત કરી રાખવું જોઈએ.
પ્રિય પુત્ર, તમે પણ મી. રીચર્ડનું અનુકરણ કરે, અને તેના જેવા જ તમે પણ સત્યવક્તા, સત્યનિષ્ઠ, સત્સાહસી, તથા પરિશ્રમશીલ બને, એજ મારી અંતઃકરણની આશિષ અને આકાંક્ષા છે.
પત્ર તેરમે.
હોઈ પ્રિ ય પુત્ર, મને આજે મનુષ્ય-જીવન સંબંધે, તેમાં પણ
૫ ખાસ કરીને બાળ-જીવન સંબંધે જે વિચારે કુરી આવ્યા ગ છે, તે આ પત્રમાં હું તમારી પાસે સ્પષ્ટ કરવાની ઈચ્છા ( રાખું છું. મને આશા છે કે તેમાંથી કોઈપણ સાર ગ્રહવા ગ્ય વાત તમને મળ્યા વિના રહેશે નહીં.
જે વખતે બાળક સાત વર્ષની વયનું થાય છે તે વખતે તેની કેટલીક ગ્રહણશક્તિઓ ખીલવા લાગે છે, અને તેથી તે જ વખતે તેને કેળવણી આપવાની શરૂઆત કરી દેવી જોઈએ. સૈ પ્રથમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org