Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 52
________________ મનુષ્ય ઉપર નાંખવે, અથવા બીજા શબ્દોમાં કહું તે આજીવિકા ચલાવાને માટે જે શકિત આપણને પ્રાપ્ત થઈ છે, તેને નષ્ટ કરી દેવી. બીજે માર્ગ એ છે કે જે સંબંધીઓને અથવા મિત્રોને આપણે સહાયતા કરવી જોઈએ તેમના તરફથી આપણે સ્વાર્થ સધાય એવી આશા રાખવી. ત્રીજો માર્ગ કે જે સૈાથી અત્યંત તિરસ્કારને પાત્ર છે તે એ છે કે મનુષ્ય પોતાના જ્ઞાતિ બંધુઓ કિંવા દેશબંધુએ પ્રત્યે અગ્ય મદદની માટે યાચના કરવી. પ્રિય પુત્ર! સંસારમાં જે તમારે સત્કીર્તિ પ્રાપ્ત કરવી હોય તે તમારે બે કામો અવશ્ય કરવા. પ્રથમ એ કે પોતાની બુદ્ધિ અને યેગ્યતા કે જે વડે આપણી આજીવિકા ચાલે છે, તેને નિત્ય વૃદ્ધિગત કરતા રહેવું, અને બીજું એ કે જે અવસ્થામાં તમારે રહેવાનું હોય અર્થાત્ જેટલી આવકમાં તમારે તમારું ગુજરાન ચલાવવું હોય તેટલી આવક કરતાં એક પાઈ પણ વધુ ખરચવી નહીં. આપણને જેટલો પગાર મળતું હોય તેટલામાં જ જીવનનની સર્વ આવશ્યકતાઓ પૂરી પડે એવી વ્યવસ્થા કરવી. કેટલાએક મનુષ્ય પોતાની સ્થિતિને, આવક કરતાં અનેકગણું મહાન સમજી લે છે અને સ્થિતિને નીભાવવા આંખ મીંચીને ખર્ચ કરે છે. પણ તે તેમની મોટામાં મોટી ભૂલ છે, એમ કહેવાની જરૂર નથી. પ્રત્યેક મનુષ્ય પોતાની સ્થિતિ અને આવકને અનુસરીને જ ખર્ચ રાખવું જોઈએ. પોતાને જેટલે માસિક પગાર મળ હોય તેના કરતાં વધારે ખર્ચ કરવાથી પિતાને મહત્તા પ્રાપ્ત થશે, એમ માનનારાઓ બહુ ઠગાય છે. કારણકે કે તે તેમની ખરી અવસ્થા અને આવક જાણતા હોય છે, તેથી તેમનું હદ ઉપરાંતનું ખર્ચ જોઈ, તેમના પ્રત્યે ઉપહાસ્ય જ કરે છે. નકામું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56