Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 46
________________ અને લખવામાં જ મનુષ્યની મહત્તા સમાપ્ત થાય છે, એમ માની લેશે નહીં. સદાચાર અને શિષ્ટતા એ જ મનુષ્યને ઉત્કૃષ્ટતાની ક્ષે. ણમાં મૂકે છે. મનુષ્યમાં વિદ્યા હોય પણ ગુણ ન હોય તો તે સંસારમાં આદર મેળવી શકતા નથી. એક મનુષ્ય ગમે તેટલા વિદ્યાવાનું હોય, પણ જે તેનામાં અવગુણો હોય તે તેને પોતાને જ પિતાના જીવનમાં કશો આનંદાનુભવ થતો નથી. સુખ એકલું વિદ્યાથી જ પ્રાપ્ત થતું નથી, પણ વિદ્યાની સાથે જે સભ્યતા અને સંપત્તિ હોય તો જ જીવન સુખમય બની શકે છે. એટલા માટે વિદ્વત્તાની સાથે સભ્યતા આદિ સદ્દગુણે પણ પ્રાપ્ત કરે. આ સભ્યતા કેવી રીતે પ્રાપ્ત થાય, તે જે પૂછતા હો તો, મારે ફરીથી એ જ એક વાત કહેવી પડશે કે ઉત્તમ ગ્રંથ વાંચો, ઈતિહાસમાં જે જીવન ચરિત્રે આવે છે તેના ઉપર વિચાર કરે, અને સગુણ તથા દુર્ગણું પુરૂષના જીવનની ચડતી-પડતીને અભ્યાસ કરો. આપણે આપણું કર્ત જાણવા અને ત્યારબાદ તે કર્તવ્યને કરવા, એ જ જીવનને મુખ્ય ઉદ્દેશ છે. સદાચાર સંબંધી પુસ્તકોના વાંચનથી તમને માનવ-જીવનના કર્તવ્યનું ઘણું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થશે. સદાચારી પુરૂષોના સમાગમમાં રહેવાથી પણ આપણને આપણા કર્તવ્યોનું જ્ઞાન થાય છે. માટે અવકાશના સમયમાં ઉત્સાહી, સાહસી, ઉદ્યોગ, અનુભવી, સુસભ્ય તથા પ્રતિષ્ઠિત પુરૂષોનો પરિચય કરજે, અને તેમના જીવન નના અનુકરણીય અંશને અનુસરજો. મૂર્ખ તથા દુર્ગુણી છોકરાએની સંગત કરશે નહીં. કારણ કે તેનાથી તમને કઈ લાભ થવાને બદલે ઉલટી હાની જ થવાનો સંભવ છે. જે તમે એવા મનુષ્યના સહવાસમાં રહેવાને ભાગ્યશાળી થાઓ, કે જેમના સત્સંગથી લેકમાં તમારું માન વધે, તમારા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56