Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 37
________________ ૩૫ રહી શકું. નિકરી મળે તે કઈ શેઠ સાહુકારની કરી કરી ગુજરાન ચલાવવું એવા ઈરાદાથી આજે પહેલ વહેલો આ શહેરમાં દાખલ થયો છું.” મી. રીચર્ડની આ વાત, કે જે વાત ઉપરથી જ તેની સુશીલતા, સભ્યતા તથા નિર્ધનતા પ્રકટ થતી હતી તે વાત પેલા શેઠે લક્ષ પૂર્વક સાંભળી, અને છેવટે જણાવ્યું કે “ભલે હું તમને આજથીજ મારી નેકરીમાં દાખલ કરું છું. હવેથી તમને ખાવાને તથા પહેરવાને ચગ્ય સામગ્રી આપવામાં આવશે. તેના બદલામાં જો તમે પરિશ્રમ અને પ્રમાણિક્તા પૂર્વક અમારું કામ કરશે તે વખત જતાં તમને મસિક પગાર આપવાને પણ બંબસ્ત કરીશું. “મી. રીચર્ડ આ જવાબ સાંભળી બહુ પ્રસન્ન થયે અને પ્રત્યુત્તરમાં કહ્યું કે – ભલે, આપ મારું કામ જુએ અને પછી આપને વ્યાજબી લાગે તે બંદોબસ્ત કરજે” તેજ વખતથી મી. રીચડે પેલા વ્યાપારીની દુકાનમાં રહ્યો. નોકરીમાં દાખલ થતાં જ તેણે ત્રણ બાબતને દ્રઢ નિશ્ચય કરી લીધો. પ્રથમ એકે “દરેક કામ બરાબર પ્રમાણિકતા પૂર્વક કરીશ.” બીજે નિશ્ચય તેણે એ કર્યો કે જેમ બનશે તેમ દરેક કામ મહેનત પૂર્વક કરીશ, કોઈ પણ કામ કરવામાં આળસ કે પ્રમાદ નહીં કરૂં.” અને છેલ્લે નિર્ણય તેણે પોતાના મનની સાથે કર્યો તે એ કે મારા શેઠની અને શેઠના કુટુંબીઓની સેવા તન, મન, ધન પૂર્વક કરવામાં કઈ દિવસ પાછું પગલું નહીં ભરૂં.” આ ત્રણ નિશ્ચયનું તેણે બરાબર પાલન કર્યું. તે જે કાંઈ કામ કરો તેમાં તેની પ્રમાણિકતા તથા મહેનત સ્પષ્ટ રીતે જણાઈ આવવા લાગી. તેને સરળ સ્વભાવ તથા સત્યપ્રિયતા પણ કેઈથી છુપી રહી શકી નહીં. આથી કરીને તેને શેઠ તેને અત્યંત પ્રેમ પૂર્વક ચાહવા લાગ્યા. વસ્તુતઃ પ્રમાણિકતા અને પરિશ્રમ કેને વશીભૂત ન કરે? તેના શેઠને એકે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56