Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 20
________________ મતલબ કે શરીરની સુખાકારી. સાચવવામાં પ્રમાદ કરશે તે તમે તમારી સઘળી મહેનત ઉપર પાણી ફેરવશે, એ વાતનું વિસ્મરણ થવા દેશે નહીં. શરીરનું સ્વાથ્ય સુરક્ષિત રાખવા માટે કસરત એ એક બહુજ ઉપયોગી સાધન છે. પ્રતિદિન કસરત કરવાનું રાખજે. કસરતમાં આળસ થાય તો પણ મનને મજબૂત કરી કસરત કરજે. વાંચનથી અથવા અભ્યાસથી જે કંટાળો આવે છે, તે કસરત કરવાથી આપોઆપ દૂર થઈ જાય છે, અને મન પ્રફુલ્લ રહે છે. માનસિક શ્રમ દૂર કરવાને માટે શારીરિક શ્રમ અત્યંત ઉપયોગી છે. સબળ મન અને સબળ શરીર સમસ્ત વિશ્વને પિતાના ચરણોમાં નમાવી શકે છે. એક મહાન પુરૂષ કહે છે કે-“ Dron naries with an well intelligant brain-and the whole world is at your feet”. પત્ર સાતમે. ઘાથીઓ જ્યારે નવરા પડે છે ત્યારે ઘણું કરીને તેમને એવા વિચારો આવવા લાગે છે કે “ભવિષ્યમાં મારૂં શું થશે?” આવા વિચારે સ્વાભાવિક રીતે દરેકને એક આવવા જોઈએ અને આવે છે પણ ખરા. સૈ કઈ છે પોતપોતાની સ્થિતિ અને ભાવના પ્રમાણે આ વિચારને નિર્ણય કરે છે. પરંતુ આ વિચારની સાથે મારે તમને એક સાવચેતી આપવી જોઈએ. “મારું શું થશે, ભવિષ્યમાં હું સુખી થઈશ કે નહીં?” ઈત્યાદિ ચિંતાઓ તમારા મનને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56