Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 22
________________ ૨૦ તમારે દ્રઢ પ્રતિજ્ઞા કરી લેવી ઉચિત છે. પોતાના તનથી, મનથી કે ધનથી હરકેઈ પ્રકારે અન્ય પ્રાણુને ઉપયોગી થવું, એજ ઉત્કૃષ્ટ જીવનનું લક્ષણ છે. આવા ઉત્કૃષ્ટ જીવન પ્રત્યે જેમ બને તેમ જલદીથી પહોંચવાની તૈયારી કરજે. પરહિતની ભાવનાથી હદય-મન પ્રફુલિત રહે છે. સંસારના તમામ ધર્મો તથા ઉપધર્મો પરહિતવૃત્તને એકી અવાજે અનુમોદન આપે છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે ચરિત્ર-સુધારણ સંબંધી પુ સ્તકે વાંચતા રહેવું. આવા ઉત્તમ ગ્રંથોના વાંચનથી માનસિક તથા આત્મિક સુખને કિંચિત્ અનુભવ થાય છે, સંસારના દુઃખે તથા ઉપાધિઓ તુચ્છવત્ જણાવા લાગે છે, અને વિવિધ આપત્તિઓની અસર હૃદય ઉપરથી છેક ભુંસાઈ જાય છે. ચરિત્ર-સુધારણું સંબંધી ઉપદેશની અસર આપણું હૃદય ઉપર ચિરસ્થાયી રહી શકતી નથી, એ વાત હું કબુલ કરું છું. પણ તેનું એક કારણ છે કે લેકે સ્વાર્થ અને અહંકારના મદમાં આવી એ બધો મહત્ત્વને ઉપદેશ ભૂલી જાય છે. સંસારના હેટા ભાગની પ્રવૃત્તિ જઈશું તે આપણને જણાશે કે તેઓ પ્રાય: કૂડકપટ અને વિશ્વાસઘાતની જ બાજીઓ ખેલતા હોય છે. આવું જીવન સચ્ચરિત્રથી બહુ વેગળું ગણાય છે. સાધારણ મનુષ્યના હૃદય ઉપર આવી અાગ્ય પ્રવૃત્તિની ઉંડી છાપ પડે છે. અને તેથી એક વખત સચ્ચરિત્રમય જીવન ગાળવાને તત્પર થયેલ મનુષ્ય પુનઃ આવી કુપ્રવૃત્તિના બળવાન વેગમાં તણાવા લાગે છે. એટલા માટે શાસ્ત્રોમાં “સત્સંગ” વિષે બહુ ભાર મુકીને ઉપદેશ કરવામાં આવ્યા છે. એક સ્થળે કહ્યું છે કે લા િસકનનાંતિના મત મવાળવતાને ના-એક ક્ષણ માત્રની સજજન પુરૂષોની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56