Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 25
________________ ૨૩ બદલે દયા કે ઉપહાસ્ય જ પ્રકટાવે છે. મતલબ કે જ્ઞાની અને સદાચારી મનુષ્ય નિરંતર એ નિર્મળ આનંદ અનુભવે છે કે તેના ઉપર સંસારના કડવા અનુભવ પણ કશી માઠી અસર ઉપજાવી શકતા નથી. તે તે ગમે તેવા દુ:ખદ પ્રસંગોમાં પણ આત્મ સમાહિતપણે સ્વસ્થ-શાંત અને ગંભીર જ બની રહે છે. “સદાચાર” સં. બંધી ગ્રંથોના વાંચનથી એક એવો પણ લાભ થાય છે કે, જે દેખા સામાન્ય મનુષ્યોને ગાંડાતૂર બનાવી દે છે તે દેખાવ ગંભીર વિષયના અભ્યાસીઓની પાસે તુચ્છવત્ જણાય છે. આનું જ નામ સાચી ગંભીરતા તથા સાચું મહત્ત્વ છે. સદ્દગ્રંથોનું વાંચન આપણને શુદ્ર બાબતે જેવી કે ખેલ–તમાસા-નાચ-રંગમાં ભાગ લેતા અટકાવે છે. કારણ કે સુંદર વચનામૃતોને જેણે એકવાર રસાસ્વાદ લીધો છે તે મનુષ્ય આવી નજીવી બાબતે માં હર્ષને બદલે ઉલટ કંટાળો જ અનુભવે છે. વિચારશીલ મનુષ્ય અને સામાન્ય મનુ માં જે કાંઈ ફેર હોય તે તે આટલે જ છે. સાધારણ મેળામાં કે નાટક-ચેટકમાં સામાન્ય જનસમાજ ઉત્સાહપૂર્વક દેડી જાય છે ત્યારે વિચારશીલ વાંચક–અભ્યાસી પિતાના કર્તવ્યમાં એથી હજારગણે વધારે આનંદ મેળવે છે. સામાન્ય મનુષ્યને જે કઈ ક્ષુદ્ર ખેલતમાસામાં કે નાચમાં જતા રોકે છે તે તેનું હૃદય ખેદથી બળીને રાખ થઈ જાય છે. આથી બરાબર ઉલટી રીતે જે કઈ ગંભીર અભ્યાસી મનુષ્યને આવા ક્ષુદ્ર નાચ–તમાસામાં જબરજસ્તીથી લઈ જાય છે તે તેને પિતાની કર્તવ્યવિમુખતા માટે બહુ ખેદ થયા વિના રહેતું નથી. ગંભીર અને વિચારશીલ મનુષ્યને આપણે આડાઅવળા ભટકતા અને ફરતા નથી જોઈ શકતા, તેનું એજ કારણ છે કે તેઓ નજીવી બાબતમાં રસ લઈ શકતા નથી. તેમના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56