Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 31
________________ અને ઉત્તમ કર્તવ્યોમાં મન પરોવે છે તેમ તેમ તેનું જીવન અધિક અધિક આનંદમય બનતું જાય છે. સર્વની સેવા કરવામાં જે કંઈ પિતાનું યથાર્થ ગૈરવ સમજે એ જ સાચો ગુણ મનુષ્ય છે, અને સર્વની સેવા કરવાની ભાવના રાખવી એજ સાચે મહત્વને ગુણ છે. નાનાં બાળકથી લઈ મિત્રે તથા સંબંધીઓના જે કામો તમારે કરવાના હોય તે પ્રેમથી કરો, અને તેમને સુખ પ્રાપ્ત થાય તેવી સદા ભાવના રાખે. પ્રાત:કાળે વહેલા ઉઠી આરાધ્ય દેવનું નિર્મળ ચિત્ત સ્મરણ કરજે, અને તેની સાથે આજે આખા દિવસમાં કેઈની સાથે કલેશ કે કંકાસ ન થાય, એટલું જ નહીં પણ કેઈને અપ્રિય વચને ન કહેવાય તેની દ્રઢ પ્રતિજ્ઞા કરજે. જે તમે આવી દ્રઢ પ્રતિજ્ઞા નિત્ય પ્રાત:કાળે કરતા રહેશે તે મને આશા છે કે ધીમે ધીમે તમારા હાથથી એવા સત્કર્મો થવા લાગશે કે જેથી જનસમાજને સુખ અને સંતોષ થયા વગર રહેશે નહીં. બીજાને સુખ મળે તે તમને પોતાને જ છે, એમ સમજી નિરંતર અન્યના સુખ માટે યથાશક્તિ પ્રયત્નશીલ રહેજે. મનુષ્યજાતિના–પ્રાણીમાત્રના સેવકરૂપે રહી, સર્વને સુખ ઉપજાવી, સર્વની સાથે પ્રેમસૂત્રથી જોડાઈ આપણું જીવન વ્યતીત કરવું, એજ યથાર્થ મનુષ્યત્વ છે. આના પરિણામે જગના સર્વ મનુષ્ય પણ તમને ચાહવા લાગશે, અને તમારૂં તથા આસપાસના મનુષ્યનું જીવન એક સરખી રીતે પ્રસન્નતામાં પસાર થશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56