Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 18
________________ મુંઝાવું ન પડે, અને જીવન પર્યત સુખમાં રહી શકે, તેટલી તૈયારી કરવાનો આ સમય નકામે જવા દેશે નહીં. રમતગમતમાં વખત કાઢી નાખશે તે તમારી સાથેના અભ્યાસીઓ તમારાથી આગળ વધી જશે, અને તમે આંખો ફાડીને જોઈ રહેશે એટલું જ નહીં, પણ નિરાશાનો અગ્નિ તમારી સમસ્ત સુંદર આશાઓને ભસ્મીભૂત કરી નાખશે. હું પ્રથમ જ કહી ગયું છું કે અમે તો માત્ર તમારા માર્ગદર્શક છીએ. તમારું સુંદર ભાવી કેવી રીતે તમારે ઘડવું એ કામ તે તમારા પિતાના જ હાથમાં છે. મનુષ્ય પોતાના ભાવીને માલીક છે, એવી એક અંગ્રેજીમાં કહેવત છે. જો તમે આ અવસ્થામાં મહેનત કરીને વિદ્યા પ્રાપ્ત નહીં કરે અને ભેગવિલાસ તથા રમત ગમતમાંજ સમય વીતાડશે તે સંસારના મનુષ્યો તમને તેમના પગથી કચરતા ચાલ્યા જશે. તમારા કુટુંબના માણસે તથા તમારા મિત્રે પણ તમારી મશ્કરી કરશે. પત્ર છઠ્ઠો. / o જાના દિવસેમાં શું કરવું? તેના ઉત્તરમાં લખવાનું કે તેવા અવકાશના વખતમાં કોઈ ખાસ ઉપયેગી વિયુષનાં પુસ્તકોનું વાંચન-મનન કરવું. રજાના દિવસો એવી રીતે વ્યતીત કરવા જોઈએ કે જેથી જ્ઞાનની સાથે ગમત પણ મળી શકે. ઘેર એકાંતમાં અવ્યાકુળપણે વાંચવાથી જે લાભ મળે છે તે સ્કુલના વાંચનથી મળતો નથી. કલાસમાં જે વિષયનું અધ્યયન થાય તે અવકાશના વખતમાં પુનઃ વિચારપૂર્વક ઘેર વાંચી જ જોઈએ. સ્વયં અભ્યાસ અથવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56