Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 19
________________ અંગ્રેજીમાં જેને self-study કહે છે તેનાથી કેવા મહત્વના લાભ પ્રાપ્ત થાય છે, તે બીના પરિશ્રમી વિદ્યાર્થીઓ બહુ સારી રીતે જાણે છે. સ્વયં પુસ્તકાવલોકન કર્યા સિવાય કેઈ મનુષ્ય ગ્યતા મેળવી શકતું નથી. કારણ સ્પષ્ટ છે કે અમુક વિષયનું વાંચન કરતી વેળા જે વિચાર કે મનન કરવું જોઈએ તેને માટે તે વખતે અવકાશ મળતું નથી. એટલા માટે જે જે ઉત્તમ પુસ્તકે તમારી સ્કુલની લાઈબ્રેરીમાં હોય તે પુસ્તકે તમે પોતે એકાગ્રતાપૂર્વક એક વાર વાંચી જજો. તેમાં જે વાત તમને ઉપયોગી લાગે તેની એક નેટબુકમાં નેધ કરતા જજે, પરંતુ પ્રિય પુત્ર! આ પ્રસંગે મારે તને મને એક ખાસ વાત જણાવી દેવી જોઈએ અને તે એ છે કે જેથી કરીને તમારી તબીયત બગડી જાય, એવી હદ ઉપરાંતની મહેનત કરશો નહીં. હું તમને પુનઃ પુન: અભ્યાસ કરવાનું પ્રબોધ્યા કરું છું તે ઉપરથી એમ સમજી લેશે નહીં કે આરોગ્યતાની પણ દરકાર કર્યા વિના અભ્યાસ કર્યા કરે ! આરોગ્યતા ઉપરજ જીવનને સઘળો આધાર છે. એ વાત કદાપિ ભૂલી જશો નહીં. ધામમોક્ષાનાં માથું મૂકુત્તમ-અર્થાત્ પુરૂષાર્થની સિદ્ધિને માટે આરોગ્યની પ્રથમ જરૂર છે. શરીર અને મન જે આરેગ્ય હશે તે જ તમે સંસારમાં સકાર્ય કરી શકશે. શરીરની અસર મન ઉપર થયા વિના રહેતી નથી. શરીર નિર્બળ થાય તે મિન પણ નિર્બળ થાય, એક સામાન્ય નિયમ છે. જ્યાં શરીર નિર્બળ થયું, ત્યાં મનને નિર્બળ થવું જ પડે છે, અને તમે જાણો છો કે એ નિર્બળતા અનેક પાપ કરાવ્યા વિના છોડતી નથી. એક વિદ્વાને કહ્યું છે કે દુર્બળતા એજ પાપ છે. Weakness is sin. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56