Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 14
________________ આવો અપૂર્વ આનંદ લે હોય અને અભ્યાસના શ્રમને મને રંજક બનાવવો હોય તે તમે તમારા અમૂલ્ય સમયને કઈ પણ પ્રકારે દુરુપગ ન કરશો, એજ મારી તમને ભલામણ છે. કદાપિ પણ વિ ઘાથીઓ સાથે ગામગપાટા હાંકવા કે કોઈની નિંદા કરવા બેસશે નહીં. હમેશાં ભણવા-ગણવામાં અને લખવા-વાંચવામાંજ તલ્લીન રહો. મને ખાત્રી છે કે જો તમે એકાગ્ર ચિત્તથી બરાબર શ્રમપૂર્વક અભ્યાસ કરશો તે તમે સ્કુલમાં સારી કીર્તિ પ્રાપ્ત કર્યા વિના ૨હેશો નહીં. મહેનત કરવી, પણ એવી મહેનતનું ખોટું અભિમાન કરી ફુલાઈ જશે નહીં, અને જેની તેની પાસે તમારી મહેનતના બણગા ફૂંકશે નહીં. શાંત રીતે, પ્રમાણિકપણે મહેનત કરે. તમે મને હેતન કરી છે, એ વાત તમારી પરીક્ષાના પરિણામ ઉપરથી સિદ્ધ થાય તેજ તે મહેનત સફળ અને ઉપયોગી છે. પાવા હિ બામા: એ ઉઘોગી મનુષ્યનો મુદ્રાલેખ હોય છે. અર્થાત્ ફળ જોઈને જ તેના પ્રારંભનું અનુમાન લકે કરે, એ ડાહ્યા માણસો આગ્રહ ધરાવે છે અને તે વાસ્તવિક છે. જે વિદ્યાથી પિતાની મહેનત અને બુદ્ધિની સર્વદા સર્વની સમક્ષ બડાઈ હાંકયા કરે છે તે વિદ્યાથી કમનશીબે જે “નાપાસ” થાય છે તો તેનું અંત:કરણ બળીને રાખ થઈ જાય છે, કારણ કે તેનું અભિમાન તેના અંત:કરણમાં ભયંકર અગ્નિ સળગાવી દે છે. જો કે તમને એમ પૂછે કે તમે અમુક વિષય તૈયાર કર્યો?” તે તેના ઉત્તરમાં અભિમાન ન દર્શાવતાં માત્ર એટલું જ કહો કે “સમજવાનો પ્રયત્ન કર્યો છે, પરિણામ કમીંધીન છે.” આવા અભિમાન રહિત શબ્દ તમને કદાપિ પશ્ચાત્તાપ કરાવશે નહીં અને ધીમે ધીમે તમારૂં ચારિત્ર પણ નમ્ર અને ગંભીર બનતું જશે. ગામમાને દૂતા ઢં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56