Book Title: Pitano Putra Pratye Updesh Author(s): Shravak Bhimsinh Manek Publisher: Shravak Bhimsinh Manek View full book textPage 8
________________ હાનિકારક તથા વિદ્યાન્નતિમાં કંટકરૂપ લેખાતી હોય તેનાથી નિરતર દૂર રહેવાને પ્રયત્ન કરજે. નિષ્ફળ વાતચીતમાં તથા ગપાટાઓ હાંકવામાં અને તેવી જ બીજી જાતની કુથલીમાં તમે તમારા જીવનને અમૂલ્ય અવસર જવા દેશે નહીં. તમારી સાથે અભ્યાસ કરનારા વિદ્યાથીઓ સાથે મિત્રાચારી રાખવી એમાં કાંઈ ખોટું નથી, પણ મિત્રોની હદ ઉપરાંતની સંખ્યા તમારા અભ્યાસમાં નડતરરૂપ ન થાય તેની સંપૂર્ણ સાવચેતી રાખશે. ઘણા મિત્રની જંજાળમાં પડવાથી ઘણીવાર વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસનું લક્ષ્ય બિંદુ ભૂલી જાય છે તેમ તમારા સંબંધ ન બને એની ચીવટ રાખજે. તમને કઈ મળવા આવે તથા રસ્તામાં કે મિત્ર મળી જાય તે તેની સાથે વિવેકપૂર્વક વાતચીત કરવી એ તમારૂં મુખ્ય કર્તવ્ય છે, પણ બનતાં સુધી અભ્યાસ કિંવા વિદ્યાવૃદ્ધિ સિવાયની બીજી વાતની નિરર્થક ચર્ચા કરી નિષ્ફળ સમય વિતાવશો નહીં. તેમજ કઈ મિત્રને ત્યાં વારંવાર જઈને તેને સમય નષ્ટ કરશો નહીં. તમારે વિધાથીજીવનને સમય બહુ અમૂલ્ય છે. તમારા જીવનની પ્રત્યેક ક્ષણ એટલી બધી ઉપયોગી છે કે તે ક્ષણને કાંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના જેમની તેમ જવા દેશે નહીં. પ્રમાદવશ કે એવાજ બીજા કઈ કારણથી જે તમારે સમય નિષ્ફળ વ્યતીત થઈ ગયે હેય તો તે માટે પશ્ચાત્તાપ કરી ભવિષ્યમાં સાવચેત રહેવાની પ્રતિજ્ઞા કરજે. તમે તમારા વખતને બરાબર સદુપયોગ કરતા રહેશો તો થોડા જ વખતમાં તમે બહુ સારી ઉન્નતિ પ્રાપ્ત કરી શકશે, એમાં કશી શંકા રાખશે નહીં. મારા જે જે પત્રે તમને પહોંચે તે પત્ર વાંચી ફાડીને નાખી ન દેતાં તેને સાચવી રાખશે, અને જ્યારે જ્યારે મારી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56