Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 11
________________ માટે ભાઈબંધ-સ્તારની જરૂર પડે છે. જે તમને મહેનત કરીને ભણવાની ઈચ્છા નહીં હોય તે ખરેખર તમારૂં ચિત્ત એકાંતથી ગભરાયા વિના રહેશે નહીં.પ્રિય પુત્ર! સંસારમાં સત્કીર્તિ પ્રાપ્ત કરવી અને ઉચ્ચ અધિકાર પ્રાપ્ત કરે એ કાંઈ રમતવાત નથી. જ્યાં સુધી એકાંતમાં રહી સપ્ત પરિશ્રમ કરવામાં ન આવે અને અમુક અધિકારની ગ્યતા પ્રાપ્ત કરવામાં ન આવે ત્યાંસુધી સકિીર્તિ કે ઉચ્ચ અધિકારની આશા રાખવી ફેગટ છે. તમને જે તમારી વર્તમાન સ્થિતિ દુઃખમય અને અસહ્ય જણાતી હોય તે તમે તમારી બુદ્ધિને આશ્રય , અને વિચાર કરી જુઓ કે આ કંટાળાનું પરિણામ કેવું આવશે? જે વિદ્યાર્થી તરીકે તમને પ્રાપ્ત થયેલી પરિસ્થિતિને તમે સદુપગ નહીં કરી શકે અને આવા નજીવા કષ્ટને સહવાનું બળ નહીં દાખવી શકે તે તમારે માટે ભવિષ્યમાં ઉન્નતિના સર્વ માર્ગો બંધ જ રહી જશે, એ વાત નિશ્ચયપૂર્વક સમજી લેજે. થોડા વખતના શ્રમથી આખું જીવન જે કયારેય પણ સુખમય થઈ શકતું હોય તો તે આ વિદ્યાર્થી અવસ્થા જ છે. ભવિષ્યમાં સુખ પ્રાપ્ત કરવાની જે તમને લેશ પણ આંતરિક કામના હોય તો તમારે એકાગ્ર ચિત્તથી વિદ્યા પ્રાપ્ત કરવાનું ભગીરથ પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યા એજ મિત્ર, વિદ્યા એજ બંધુ, વિદ્યા એજ કલ્યાણકારી અને વિદ્યા એજ તમારૂં ભૂષણ તથા વિદ્યા એજ તમારી આસાએશ છે, એમ ખરા હૃદયથી માનવા લાગશે ત્યારે જ તમે ઉત્તમ પ્રકારના સુખના ભક્તા બનવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકશે. તમને આવી રીતે નિશ્ચિતપણે અભ્યાસ કરવાનો સમય મળે છે તે માટે તમે તમારી જાતને ભાગ્યશાળી લેખો. તમારા સદભાગ્યને લીધે આ અવસ્થામાં તમારા શિરે કેઈ જાતને વ્યાવહારિક બેજે નથી આવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56