________________
૭૯
સાથે વિરાધના-પાપાચરણ-ને યાદ કરી ફરી એવી ભૂલ ન થાય તે માટે આત્મજાગૃતિ કરવાની છે. એ જાગ્રતિ જ ભવિષ્યમાં વધુ શુદ્ધ આરાધના કરવા પ્રેરણા આપશે.
કોઈ પણ આરાધના મુખ્યત્વે તસ્સઉત્તરિ સૂત્રમાં કહ્યા અનુસાર પાપોની વિશેષ શુદ્ધિ માટે કરાય છે. આગળ જતાં એ સૂત્રમાં પ્રાયચ્છિત, શલ્યરહિત થવા, પાપ કર્મોનો નાશ કરવા માટે કહ્યું છે. ધ્યેય શુદ્ધ તો પરિણામ પણ સારું જ આવે.
કષાયોની શાસ્ત્રીય ચર્ચામાં તેના ૪ પ્રકારો માટે ઘણું સ્પષ્ટ માર્ગદર્શન આપેલ છે. વર્તમાનમાં જે પ્રતિક્રમણ પાંચ પ્રકારના કરાય છે. તેમાં આ ૪ પ્રકારોને વણી લેવાયા છે. એજ રીતે મિથ્યાત્વ-સમકિત-અવિરતિ-વિરતિના વિચારો પણ પ્રગટ-અપ્રગટ યાદ કર્યા છે. આરાધક આરાધનાના માર્ગે પ્રગતિ કરે તો ઉત્તરોત્તર તેની પ્રગતિ થાય.
દા.ત. મિથ્યાત્વી અવસ્થામાં કરવા ખાતર કરેલી આરાધના અને સર્વવિરતિ પણામાં સમજપૂર્વક કરેલી આરાધનામાં તેના ફળ-કર્મ ક્ષયમાં ઘણો સુધારો થાય. આત્મશુદ્ધિ ત્યારેજ થાય જ્યારે નિર્મળ બુદ્ધિથી પ્રવૃત્તિ થાય.
રોજ-પ્રતિક્રમણમાં વંદિત્ત સૂત્ર બોલાય છે. જ્યારે પકખી-ચોમાસીસંવત્સરીમાં અતિચાર બોલાય છે. એ અતિચાર એટલે જ આચાર-આરાધનામાં કરેલી વિરાધનાનું કબુલાત નામું. ક્ષમા માંગવાની સર્વોત્તમ પદ્ધતિ. ભૂલોનું પ્રમાર્જન-સંશોધન કરવા માટેની તક,
સુવર્ણને શુદ્ધ કરવા ભલે તેજાબનો ઉપયોગ કરવો પડે પણ તેથી સુવર્ણ પોતાનું વાસ્તવિક સ્વરૂપના દર્શન કરાવશે તેમ સ્પષ્ટ-બદ્ધ-નિધત્તની પછી નિકાચીતકર્મ બંધ ન થાય તે માટે વારંવાર પાપોથી પાછા હઠવાનું. પાપોનો સ્વીકાર કરવાનો, પાપોનું પ્રાયચ્છિત લેવાનું અનિવાર્ય જરૂરી છે.
આરાધના ને વિરાધના ૪-૪ અક્ષરોમાં માત્ર એક જ અક્ષરને બદલવો પડે છે. હિંસાની સામે એક અક્ષરની વૃદ્ધિ-અહિંસા થાય. તેથી પુણ્ય કરાવે છે. જ્યારે અહિં એક અક્ષરને સ્થાને બીજા અક્ષરનું આગમન પાપના માર્ગનું પોષણ થાય છે એમ કહી શકાય.
પાપ-વિરાધના એક નહિં અનેક વખત જાણે-અજાણે કરી હોય તો તેનો નાશ કરવા-ક્ષય કરવા જે શુભ પરિણામે આરાધના જીવ કરે છે તેનું ફળ અનેક